હું ‘ને પોપટલાલ ચાલતા ચાલતા વન વગડામાં ગ્યાતા….(૨)
કેરી પણ ખાધી,આંબલી ખાધી. ખાધા મેં બોરાં નાનાં.
નદી પણ જોઈ,નાળા પણ જોયા,જોયા ખાબોચિયા નાના.
હું ‘ને પોપટલાલ ચાલતા ચાલતા.
વાઘ પણ જોયા,હાથી પણ જોયા, જોયા મેં નોળીયા નાના.
ઝાડ પણ જોયા,તાળ પણ જોયા, જોયા મેં છોડવા નાના.
હું ‘ને પોપટલાલ ચાલતા ચાલતા.
પહાડ પણ જોયા, ટેકરીઓ પણ જોઈ,જોયા મેં ટેકરા નાના.
મોટા પાન જોયા,ગોળ પાન જોયા,જોયા મેં પાંદડા નાના.
હું ‘ને પોપટલાલ ચાલતા ચાલતા.