આ એ જમાનાની વાત છે.
જ્યારે આખી દુનિયાનું ગોરાઓનું શાસન હતું.
આ ગોરાઓના રાજા. એમ ને એક દીકરી. દીકરીનું નામ સેનાલીન.
સેનાલીન ને જાણે આખી દુનિયાની રાજ કુમારી તરીકે ઓળખવામાં આવતી હતી.
સોનાલીનના પિતા આખી દુનિયાના રાજા. તેમની એકની એક દીકરી. દીકરી સેનાલીન ને સીની કહી આ
રાજા અને મહારાણી બોલાવે. આ રાજ કુમારીને એક દીકરો.તેનું નામ સોલાન. સોલાન રાજકુમારીનો
એકનો એક દીકરો.
રાજાની દીકરી હોય એટલે એને શું વાતે દુખ હોય.ખુબ જ રાજી ખુશીથી આ સેનાલીનના દિવસો પસાર
થતાં હતા. સેનાલીનના ઘરે દીકરો આવવાથી રાજકુમારીનું જીવન વધુ ખુશીઓથી ભરાઈ ગયું હતું.તેમની
ખુશી એકાદ દાયકો ચાલી હશે.
રાજ કુમારી ઉપર એક આફત આવી ગઈ. કહેવાય કે રાજકુમારી ઉપર અને એમના પરીવાર ઉપર આફત
આવી પડી. વાત જાને એમ બની કે રાજકુમારીના દીકરા સેનાલીન બીમાર થયો. આ બીમારી ચેપી હતી.
સેનાલીન ને થયેલ બીમારી ભયંકર બીમારી તરીકે ઓળખાઈ હતી. રાજકુમારીના દીકરા ને ચેપી રોગ થયો
હતો. આ એવો ચેપી રોગ હતો કે એની પાસે જનારને આ ચેપ લાગતો હતો. આખો દેશ અને દુનિયા આ
કુંવરની ચિંતા ચિંતા કરતી હતી. સૌની ચિંતાનું એક કારણ એ પણ હતું કે રાજકુમારી સોલાનનું આ એક
જ સંતાન હતું. આ રોગ ચેપી હતો. અરે,આખી દુનિયાના તબીબો આ માટે સારવાર કરવા તૈયાર હતાં.
કેટલાય દેશના તબીબો સારવાર કરતાં પણ હતા. હા, એ વાત સાચી કે કોઈની સારવાર આ કુવરને અસર
કરતી ન હતી.સૌને ફિકર હોય જ. કારણ રાજ કુમારી ને આ એકનું એક સંતાન હતું.
એનો એકનો ઍક દિકરો હતો. કહેવાય છે કે ધીરે ધીરે આ ચેપી રોગ વધુ અસર કરતો હતો. હવે
તો પરિસ્થિતિ એ આવી ગઈ હતી કે જો કોઈ રાજકુમારની નજીક જાય તો તેણે પણ આ ચેપની અસર
લાગે. આ માટે તેની સારવાર કરનારે સૌએ કાચની ઍક પેટી બનાવી. આ કાચની પેટીમાં સારવાર કરનાર
જનાર પણ તેના આખા શરીરને ઢાંકી ને જતા હતા. સારવાર કરનાર તબીબ ને જરાય અસર ન થાય તે
રીતે તેઓ શરીર ને વિવિધ રીતે ઢાંકીને જતાં હતા.આ તરફ રાજકુમારની તબિયતમાં કોઈ સુધારો આવતો
ન હતો. આ પેટીમાં સારવાર કરનાર સિવાય બીજા કોઈ અંદર જઈ શકતા ન હતા.રાજકુમારી પણ એના
દીકરાને બહારથી જ જોઈ શકતા હતાં. કારણ કુમારનો ચેપ એમને લાગવાની શક્યતા હતી.રાજકુમારી
દિવસો સુધી એનાં દિકરા ને કાચની પેટીમાથી જોતાં હતાં. નાનો એવો આ દિકરો એની માને ઈશારો
કરી બાથમાં ભરવા કહેતો હતો.દીકરો રડતાં રડતાં એની માનેકાચની પેટીની અંદર આવવા અને તેની
સામે બેસી વાતો કરવા કહેતો હતો.
આવુ દિવસો…અઠવાડિયા ને પખવાડિયા….સાથે મહિનાઓ સુધી સતત ચાલતું હતું. હવેતો આ
રાજકુમારની સારવાર કાચની પેટી બહારથી જ ચાલતી હતી. કાચની એ પેટીમાં જે જાય.જેને ચેપ લાગે
સાથે એનું મોત થાય જ..આવો કોઈ એક વાઈરસ, જે હમણાં આવ્યો હતો. જેમાં કોરોનાથી થયું અને
થતું હતું એવું. કુમારના હવે વધારે દિવસો જીવે એમ ન હતાં. રાજકુમારી રોજ રડતી હતી. એના દીકરાને
જોઈ રડતી હતી.
એક વખત એવું બન્યું.
ઍક વખત કોઈ દવાખાનામાં ખાસ હાજર ન હતું. કુમાર પણ થોડીવાર આરામ કરતો હોય તેમ ઉગતો
હતો. આસપાસ એક બે સૈનિકો દૂર ઉભા હતાં. રાજકુમારી કાચની ચેમ્બર બહાર ઉભા હતાં. આ સમયે
બ્રિટનની રાજકુમારી એ તબીબોની સૂચનાનો ભંગ કરવાની તૈયારી કરી લીધી. રાજકુમારી સીધી એનાં
દિકરા જોડે ગયાં. .તે કોઈ જ ચિંતા વગર સીધી કાચની પેટીમાં અંદર ગયાં. તેમને તેમના દીકરાને વહાલ
કરી પાપીઓ કરી લીધી. તેના આખા શરીર ને જાને રાજકુમારીએ ચૂમી લીધું.કેટલાય દિવસ પછી માને
એકદમ નજીક જોતાં.આ રાજકુમાર પણ ખુશ થઇ ગયો. બંને વાતો કરતાં હતાં. દિકરો માને કહેતો
હતો..મા બસ, શ્વાસ લેવામાં તકલીફ થાય. બાકી મને કોઈ જ તકલીફ નથી. રાજકુમારી એનાં દિકરા
જોડે …એની સામે જોઇ હસતાં હતાં. દીકરો પણ એની માને જોઈ હસતો હતો. દીકરો આજે ખુશ
હતો. તેનું ખુશ થયાં પછી હસતા હસતા જ અવસાન થયું. દીકરાનું હસતા હસતા ખુશી સાથે મોત થયું
એટલે બ્રિટનની રાજ કુમારીનાને જાને ખુબ જ રાહત થઇ. તેમના દિકરાની લાશ ખાસ રીતે બાંધી
વિશેષ દવાનો છંટકાવ કરી ને ન ખોલવાની શરતે બાંધીને આપવામાં આવી હતી.આ જ રીતે તબીબોએ
બાંધીને આપેલી લાશની જ દફન વિધિ કરવામાં આવી.
બ્રિટન નો ઇતિહાસ કહે છે.
આ પછી ચૌદમા દિવસે એ રાજકુમારી નું નિધન થયુ. એ કબર આજે પણ લંડનમાં છે. એ કબર ઉપર
લખાણ છે. કારણ હું એની માં છું.
Leave A Comment