એક ગામ. આ ગામમાં હતો વાણિયો.વાણીયાની જ એક આખા ગામમાં દુકાન. જે હોય તે વાણીયાણી દુકાને જ
ખરીદી કરવા માટે આવે. વાણીયાને આખું ગામ શેઠ કહીને બોલાવે. આ શેઠની દુકાને ગામનાં અનેક લોકો
બેસવા આવે. આવો જ એક ઠાકોર કેટલાક દિવસ દુકાને બેસવા આવે. આ ઠાકોરભાઈ પણ નવાઈના માણસ
લાગે. કેટલાક દિવસ એ ગામમાં દેખાય અને કેટલાક દિવસ તે ગામમાં ન દેખાય. ઠાકોરભાઈ ગામમાં હોય એટલે
વાણીયાની દુકાને બેસવા આવે જ આવે.
થોડા દિવસો પછી ઠાકોરભાઈ આવે એટલે ઘરનો સમાન અને જરૂરી હોય એવું નાનું મોટું ખરીદી કરે અને
વાણીયા જોડે વાતો કરતાં જાય. એક દિવસની વાત છે. વાણીયો ઠાકોરભાઈ ને કહે: ‘તમે એવું તે શું કામ કરો છો
કે તમે થોડા દિવસ ગામમાં રહો અને થોડા દિવસ બહાર રહો.’ વાણીયાની વાત સાંભળી આ ઠાકોરભાઈ કહે:
‘મારું કામ એવું છે કે હું તમને બોલીને સમજાવી ન શકું. મારે ખૂબ ભારે કામકાજ હોય છે.’ આ વાત સાંભળી
વાણીયાને નવાઈ લાગી. તે કહે:’ મનેય તમારી જોડે લઈ જાવ ને….!’આ સાંભળી ઠાકોરભાઈ કહે:’ હા, તમે
આવો,મારા કામમાં તો એકથી ભલા બે.’ આતો વાણીયો. એણે મનોમન વિચારી લીધું. આ ઠાકોરભાઈ જોડે
ધંધો કરવો જોઈએ. એ એટલું કમાતો હશે તો જ એ અડધો મહિનો ઘરે રહેતો હશે ને…! અડધા મહિનાની
મજુરી અને આખો મહિનો આરામ.શેઠ ને વિચારતા જોઈ ઠાકોરભાઈ કહે:’ શેઠ શું વિચારો છો?’ શેઠે તક પકડી
લીધી.શેઠ કહે: ‘હું મારી દુકાન બંધ કરીને આવું તો મણે તો નુકશાન થાય જ ને.’વાણિયાનો દીકરો નુકશાન
સાંભળી ને જ ન જોડાય. આ વાત ઠાકોરભાઈ જાણતા હતા.ઠાકોરભાઈ વાણીયાને કહે: ‘અરે! મારા ધંધામાં જે
લાભ મળે એમાં તમને ભાગ આપીશ.
નવા ધંધામાં સીધી ભાગીદારી મળવાની વાત સાંભળી વાણીયો તુરંત તૈયાર થઇ ગયો. બંને એ ભેગા થઇ
સોમવારે સાંજે બંને એ ઘરેથી જવાનું પાકું કરી લીધું. વાણીયાએ ઘરે જઈ વાણીયણ ને કહે:’ મારે નવા ધંધા માટે
થોડા દિવસ બહાર જવાનું છે. મારા માટે ભોજન તૈયાર રાખજે. વાણીયણ ને થયું, નવો ધંધો શરુ કરવા જાય
છે. સારું સારું જમવાનું બનાવી વાણીયણ તૈયાર બેઠી હતી. સોમવારની સાંજ થઈ. વાણીયો એનું જમવાનું
જોડે લઈ ઘરેથી નીકળી ગયો. ઠાકોરભાઈ તૈયાર ઉભા હતાં. તેઓ એકઠા થયાં. ઠાકોરભાઈને વાણિયાના
ખાવાની સુગંધ આવતી હતી. કોઈ પણ રીતે ઠાકોરભાઈ આ જમવાનું પચાવી પાડવાનું વિચારતા હતા.અંધારું
થયું.જંગલમાંથી તેઓ ધીરે ધીરે પસાર થતા હતા. થોડી વારમાં ઠંડી પણ વધવા લાગી. આ ઠંડીમાં શિયાળવા
ઉ…ઊ…..હુક… ઉ…ઊ…..હુક…કરી અવાઝ કરતાં હતાં. વાણીયાએ તો કોઈ વખત જંગલમાં રાત પસાર કરી
ન હતી. આ શિયાળ બોલે છે કે બીજું એય વાણીયાને ખબર ન હતી.આ કારણે વાણીયો ઠાકોરભાઈ ને કહે: ‘આ
શિયાળ બોલે છે.’ વાણીયો કહે: ‘પણ એ બોલે છે શું?’ આ સાંભળી વાણીયો કહે:’ શિયાળ ભલે બોલે,પણ એ
કહે છે શું?’ વાણીયાની વાત સાંભળી વાણીયાને ઠાકોર કહે: ‘એ કહે છે, જમવાનો સમય થયો છે.’ વાણીયો
સમજી ગયો કે આ ઠાકોરભાઈ મને મૂરખ બનાવે છે. તેઓ થોડા આગળ ગયા. ફરીથી શિયાળ બોલતાં
સંભળાયા. વાણીયો તો જંગલમાં હતો. વાણીયો ડરતો હતો.શિયાળ બોલતા હતાં.વાણીયો ફરી કહે:’ આ શિયાળ
હજુ કેમ બોલે છે?’ ઠાકોરભાઈ કહે: ‘ એ શિયાળ આપણ ને જમવાનું અને એક બીજાનું જમવાનું બદલીને
ખાવાનું કહે છે.’ વાણીયાને ભૂખ લાગી હતી. શિયાળ ફરી બોલતાં સંભળાયા પછી,વાણીયો કહે

 

 

:’ ભલે ઠાકોરભાઈ ,મારું લાવેલું ભોજન તમે જમો. અને તમારું લાવેલું ભોજન હું જમીશ. પરંતુ હવે જમવાનો સમય
થઇ ગયો છે.’ ઠાકોરભાઈ કહે: ‘ જુઓ….સામે નદી દેખાય છે,આપણે નદી કિનારે બેસીને જમીએ.’ થોડીવારમાં
નદી આવી ગઈ. વાણીયો નદી કિનારે હાથપગ ધોવા બેઠા. આ તરફ ઠાકોરભાઈ જમવા બેસી ગયા. એમણે તો
વાણિયાનું ભોજન જામી લીધું. વાણીયો હાથપગ ધોઈ ને જમવા બેઠો.એના ભાગમાં ઠાકોરભાઈનું જમવાનું
હતું. એક મોટો રોટલો અને ડુંગળી જ હતા.જોડે બે લીલાં કાચાં મરચાં હતાં. વાણીયા એ આવું તો ખાધું જ ન
હતું. એણે એક જ બટકું ખાધું અને રોટલા,ડુંગળી અને બે લીલાં મરચાં ને જમીનમાં ખાડો કરી દાટી દીધા અને
તેણે પગે લાગી ઉભો થઇ ગયો.
ઠાકોરભાઈ એ તો ધરાઈને ખાઈ લીધું હતું. ભૂખ અને થાક થી વાણિયાના પગ ગરબા ગાતા હતા. તેઓ ધીરે ધીરે
ચાલતા આગળ વધતા હતા. વાણીયો હવે થકી ગયો હતો. એ ઠાકોરભાઈ ને કહે:’ હવે મારાથી ચાલી શકાતું
નથી.’ આ સાંભળી ને ઠાકોરભાઈ કહે: જુઓ સામે ગામ દેખાય છે. આપણે નજીક છીએ. થોડીવારમાં ગામ
આવી ગયું. ગામ આવતાં પહેલાં એક કૂવો આવતો હતો. આ ગામનો કૂવો હતો. કૂવાથી નજીકમાં એક ડોસીનું
ઘર આવેલ હતું. જંગલ પૂરું થાય એ પહેલાં એક વડલાનું ઝાડ હતું. ઠાકોરભાઈ કહે: ‘જુઓ…આપણે આ
જંગલમાં છીએ. રાત અડધી થઇ છે. આપણે આ વડલાના ઝાડ ઉપર ચડીને આરામ કરીએ.આટલું કહી વાણીયો
અને ઠાકોરભાઈ વડલાના ઝાડ ઉપર ચડી ગયા. થોડીવાર થઇ હશે. આ ઝાડ નીચે થોડી વારમાં એક સિંહ આવી
ગયો. સિંહ રોજ આવીને ઉભો રહેતો. આ સિંહ ડોસી ને ખાવા માટે આવતો હતો. ડોસી એક વખત આ સિંહ
સામે આવી ગઈ હતી. સિંહ એ દિવસથી આ ડોસી ને પકડવા અને ખાઈ જવા મથતો હતો.

સિંહ બહાર આંટા મારતો હતો. ડોસી અંદર બેઠી બેઠી બોલતી હતી. સિંહ પણ ભલો, વાઘ પણ ભલો. બંદુક
પણ ભલી ને તલવારો ભલી.બધું ભલું,ભધું ચાલે પણ આ ટબક્લું ન હારુ.  ડોસી તો બીજી વાર પણ બોલી કે
સિંહ પણ ભલો, વાઘ પણ ભલો. બંદુક પણ ભલી ને તલવારો ભલી.બધું ભલું,ભધું ચાલે પણ આ ટબક્લું ન
હારુ. આ સાંભળી સિંહ વિચારમાં પડી ગયો. સિંહ વિચારતો હતો : ‘સિંહ પણ ભલો, વાઘ પણ ભલો. બંદુક
પણ ભલી ને તલવારો ભલી.બધું ભલું, બધું ચાલે પણ આ ટબક્લું ન હારુ. આ ટબક્લું એવું તો શું હશે?સિંહ
વિચારમાં હતો. એને અંધારામાં ખાસ નીચે કશું દેખાયું નહિ. એને કોઈ જનાવર હોય એવું દેખાયું. વાણીયાને
થયું જે જનાવર હોય તે લઇ જાવ. જીવતું કે મરેલું વેચવાના જે પૈસા આવે એ ખરા. આવું વિચારી એણે
વાણીયાને કીધું ‘ વાણીયા, મારજે ઠેકડો. ઠાકોરભાઈ અને વાણીયાએ એક સાથે કુદકો મારી દીધો. નીચે સિંહ
હતો. વાણીયો અને ઠાકોરભાઈ સીધા સિહને માથે ભટકાયા. સિહ ને તે થયું આ ટબક્લું જ આવી ગયું.’ વાણીયો
અને ઠાકોરભાઈ પણ જણાતા ન હતાં કે તેઓ સિંહ ઉપર બેઠા છે. સિંહ તો પૂંછડી ઉંચી કરી ને ભાગતો જતો
હતો. અંધારામાં બીજું તો શું દેખાય? પણ,વાણિયાના હાથમાં સિંહની કેશવાળી આવી ગઈ. વાણિયો સમજી
ગયો કે આ તો સિંહ છે. વાણીયા એ આ વાત ઠાકોરભાઈ ને જણાવી.આ વાતની જાણ થતાં ઠાકોરભાઈ કહે:
‘જુઓ, સામે બીજું વડલાનું ઝાડ આવે છે તેની વડવાઈ પકડી લો.જેવું વડલાનું ઝાડ આવ્યું કે તુરંત ઠાકોરભાઈ
અને વાણીયા એ વડવાઈ પકડી લીધી.
સિહ તો ભાઈ ભાગતો હતો. ભાગતો હતો. એણે મનોમન બાધા રાખી કે જો હું બચી જઈશ તો આખા

જંગલના સૌને માટે જમણવાર કરીશ. વાણીયો અને ઠાકોર બીજા વડ ઉપર ચડી ગયાં. સિંહ મનોમન રાજી થતો
હતો કે માંડ માંડ ટબકલાથી બચી શકાયું. સિંહ હજુય ડરને લીધે દોડતો હતો. એને સામે શિયાળ મળી ગયું.
શિયાળ કહે:’ સિહ ભાઈ આમ કેમ ભાગો છો? સિહ કહે:’ કશું પૂછવા જેવું નથી. માંડ માંડ ટબકલાથી બચી
શકાયું છે.મને આ ટબક્લું પકડીને મારી ઉપર બેસી ગયું હતું.શિયાળ પૂછે, ‘તમારી ઉપર તો કોઈ બેઠેલું નથી. તો
આ ટબક્લું ગયું કઈ બાજુ?શિયાળની વાત સાંભળી સિંહ કહે: ‘ ગામના પાદરે ડોસીના ઘર સામે જે વડલો છે
એના ઉપરથી ટબક્લું મારા ઉપર કૂદકો મારીને બેઠું. મને પકડી લીધો. અને અહી થોડે દૂર મને છોડી એ ટબક્લું
તો અલોપ થઇ ગયું. સિંહ કહે: ‘તારે જોવું હોય તો તું એ બાજુ જા.’સિંહની વાત સાંભળી શિયાળ એ તરફ
આવતું હતું. સિંહ અને શિયાળની વાત આ ઠાકોરભાઈ એ સાંભળી લીધી હતી. તેમણે તો વડના ઝાડ ઉપરથી
જ જાડી ડાળ તૈયાર રાખી.
ઠાકોરભાઈ એ તો લાકડી…અરે…કહો કે મોટો દંડો તૈયાર કરી રાખેલ હતો. શિયાડ આ વડના ઝાડ નીચે આવી
આમતેમ જોતું હતું. શિયાળ જરીક ઊંધું સીધું થયું. લાગ મળતાં જ ઠાકોરભાઈ એ શિયાળના મોઢા ઉપર એ
લાકડું ફટકારી દીધું. દંડો વાગતાની સાથે શિયાળનું તો ઝડબું તૂટી ગયું. શિયાળ તો દોડતું દોડતું ભાગી ગયું. સિંહ
દોડી દોડી ને થાકી ઉભો હતો. શિયાળ અહીં આવી હું. સિંહ શિયાળ ને કહે:’તે જોયું ટબક્લું?’
શિયાળ સિંહને કહે:’ જંગલના રાજા થઈ ને ખોટું બોલો છો? શિયાળને મોઢા ઉપર મારેલું હોઈ તેનાથી તો
બોલાતુય ન હતું. સિંહ કહે: ‘ટબક્લું જ હતું.’ શિયાળ કહે: અરે, ટબક્લું નહિ મેં તો જડબાતોડ જોયું.’સિંહ અને
શિયાળ આ વાતને લીધે ઝગડો કરતાં હતા. એટલી વારમાં વાંદરું આવી ગયું. વાંદરું કહે: ‘ અરે,જંગલના રાજા
અને જંગલનું સૌથી ચતુર શિયાળ, કેમ ઝગડો છો? શું થયું છે? સિંહ કહે ટબક્લું હતું.’અને શિયાળ કહે: ‘
જડબાતોડ હતું.’આ સાંભળી વાંદરું કહે: ‘ટબક્લું કે જડબાતોડ એ હું જોઈ આવું. પણ,મણે એ તો કહો કે આ
તમે જોયું કઈ બાજુ?’ શિયાળથી તો બોલાતું ન હતું. સિંહ કહે: ગામને પાદરે ડોસીના ઘર સામે આવેલ વડલાના
ઝાડ જોડે જજો. ટબક્લું કે જડબાતોડ એ તને જાતે જ સમજાઈ જશે. વાંદરું તો વડ ઉપર ચડી ગયું. એણે તો
અનેક ટેટા ખાધા,એક ડાળ થી બીજી ડાળ એ કૂદતો હતો. આ જોઈ ઠાકોરભાઈ કહે: ‘જો આનું પૂંછડું હાથમાં
આવી જાય તો મજા પડે.’ ઠાકોરભાઈ વિચારતા હતા,વાણીયો તો આ બધું જોતો વડલા ડાળે બેઠો હતો.
થોડીવારમાં તો ઠાકોરભાઈ એ આ વાંદરાનું પૂંછડું પકડી લીધું. એવું જોરથી પૂંછડું પકડી લીધું કે વાંદરો તો
ગભરાઈ ગયો. એ રાડો પડતો હતો.સિંહ રાજા….આવો, શિયાળભાઈ આવો. કોઈ શી રીતે આવે. આ તરફ
વાંદરું એટલું બધું ગભરાઈ ગયું કે એણે પૂંછડી છોડાવવા ખૂબ જોર કરવાનું ચાલુ કરી દીધું.આ તરફ ઠાકોરભાઈ
એ પૂંછડી એટલા જોરથી પકડી હતી કે વાંદરાએ જોર કરતાં એનું પૂંછડું તૂટી ગયું. વાંદરું વડના ઝાડ ઉપરથી
નીચે પટકાયું. વાંદરું તો તરત ઉભું થયું અને સીધું સિંહ અને શિયાળ પાસે પહોંચી ગયું. અહી આવી ને વાંદરું
કહે: ‘તમે શું જોયું. એ વડ પાસે ટબક્લુંય નથી કે જડબાતોડ પણ નથી. તે વદ પાસે તો પૂંછડી પકડ છે.’ આમ
કહી વાંદરાએ એની અડધી પૂંછડી સિંહ ને બતાવી. સિંહ કહે: ‘ભલે, જે થયું એ આપણે બચી ગયા એ સારું.’
જંગલના રાજા સિંહે તો જંગલની નાત ને જમવા માટે બોલાવી. આખા જંગલના બધાં જીવો અહીં જમવા
આવી ગયા. એમાં એક હાથી ધીરે ધીરે આવતો હતો. હાથીની ડોકે અડધો મણના સોનાનો ટોકરો હતો.આ
વજનદાર ટોકરા ને લીધે હાથીને ચાલવામાં વધારે તકલીફ પડતી હતી. તે ધીરે ધીરે ચાલતો હતો, સોનાનું ટોકરું

ટન ટન થાયા કરતુ હતું. આ હાથી ઉપર ઠાકોરભાઈણી નજર પડી. જો આ સોનાનો તોકારો મળી જાય તો મજા
આવી જાય. વાણીયો કહે: ‘આ જંગની નાત આપણા નીચે જ જમવા બેઠી છે. મણે તો થાક છે હું સુઈ જાવ છું.
આમ કહી વાણીયાએ ધોતિયું કાઢી ચાર ડાળી ઉપર એક એક છેડો બાંધી દીધો. વાણીયો થાકેલો હતો એટલે તુરંત
સુઈ ગયો. ઠાકોરભાઈ ને તો સોનાનો તોકારો જોઈતો હતો. એમણે તો વાણીયાએ બાંધેલી ધોતિયાની એક પછી
એક ગાંઠ ખોલી નાખી. બે ગાંઠ ખોલી કે વાણીયો સીધો જમીન ઉપર પટકાયો. જમણવારમાં બેઠેલા સૌ ઉભા
થી ને ભાગવા મંડી ગયા. કોઈ કહે: ‘ટબક્લું આવી ગયું.’ કોઈ બોલાતું હતું:’ અરે! જડબાતોડ આવી ગયું
છે,ભાગો…ભાગો….’વાંદરું અને બીજા કહે:’ અરે…આ તો પૂંછડી પકડ છે.’ સૌ જુદી જુદી વાતો કરતાં જાય
અને ભાગતાં જાય.
આ તરફ વાણીયો તો મરવા જેવો થઈ ગયો. ટીવીમાં અને છાપામાં જોયેલાં જંગલી પશુઓ એની આસપાસ
હતાં. ઠાકોરભાઈ જાડ પરથી રાડો પાડીને વાણીયાને કહે: ‘ પેલા ટોકરા વાળા હાથી ને નઇ મેલતો. વાણીયા ને
થયું કે આમેય મારવાનું છે. એ કરતાં જો ઠાકોરભાઈ કહે છે એમ કરું તો બચી જવાય. આવું વિચારી વાણીયાએ
આ સોનાના ટોકરાને જ પકડી લીધો. હાથી ને તો બધાં દોડતા હતાં એ તરફ દોડવા સિવાય બીજી કોઈ વાતની
જાણ તો હતી નહિ. ટકોરા ઉપર વાણીયો લટકેલો હતો.નીચેથી વજન આવતાં ટકોરો ખૂલી ગયો. હાથીની
ગરદનમાંથી આ ટકોરો છૂટી ગયો. વાણીયા ના હાથ માં ટકોરો આવી ગયો. વાણીયો તો તો રાજી રાજી થઈ
ગયો. વાણીયા ને થયું, બચી ગયા અને આટલું બધું સોનું મળી ગયું. આનું અડધું મારે ભાગે આવે. આ બાજુ
ઠાકોરભાઈ એ આ સોનાના ટકોરાના ટૂકડા કરી એક નાનો ટૂકડો વાણીયાને આપી દીધો. વાણીયો કહે:’ કેમ મને
આટલું જ આપો છો. આપણે ભાગીદાર છીએ ને….’ ઠાકોરભાઈ કહે: ‘ભાગીદાર છીએ એટલે જ તો આ ટૂકડો
તને આપું છું. આપણે ભાગીદાર ખરા પણ અડધો અડધ મારા ધંધામાં તમારી ભાગીદારી એવું વચન ન મેં
આપેલું ન તમે માગેલું. એટલે તમારે હું આપું એજ ભાગ લેવો પડે. વાણીયો તો આ ઠાકોરભાઈ ને શું કરે! તેઓ
પરત પોતાના ગામ આવવા ચાલતા ચાલતા નીકળી ગયા. વાણીયા ભાઈ ઘરે આવી સોનાનો ટૂકડો એની બૈરી ને
બતાવતાં કહે: ‘જો, આ એક જ દિવસમાં આટલું સોનું હું કમાઈને આવી ગયો.’વાણીયો ઘરમાં બીજું તો શું
બોલે. ઘરનાં સૌ એક જ રાતમાં કમાયેલું સોનું જોઈ વાણીયાની ચતુરાઈની વાતો કરતા હતા. વાણીયાની વહુએ
લાપસી બનાવી અને વાણીયાને ખવડાવી.