નાનો નાનો છોડ વાવી

પાણી પાવું રોજ રોજ.

આજુબાજુ વાડ કરી

તેને સાચવું રોજ રોજ.

ધીમે ધીમે મોટું થાતું

જોયા કરું રોજ રોજ.

નાની નાની કૂંપળ ફૂટે

પાન ખીલે રોજ રોજ.

છાણિયું હું ખાતર આપું

અળસિયું આવે રોજ રોજ.

છોડમાંથી ઝાડ થયું

ફળ ફૂલ આવે રોજ રોજ.

ડાળે હું તો દોરડું બાંધું

હિંચકા ખાઉ રોજ રોજ.

પક્ષીઓનો કલરવ સાંભળું

રમતો હું તો રોજ રોજ.

પારકા માટે જીવ્યા કરતું

પ્રેરણા મેળવું રોજ રોજ.

                                                                                                            બકુલ પરમાર