સપનાં સેવ્યાં છે ભલી ભાતના રે લોલ

એ રે સપને અમે જ્ઞાન દીપ પ્રગટાવશું જી રે સપના…

અમે રોજ નિશાળે જાશું રે લોલ

એ રે નિશાળે અમે ભણશું જી રે

સપનાં…

નાનું કે મોટું ભલું કામ કરશું રે લોલ

એ રે કામે આગળ વધશું જી રે

સપનાં…

નહીં આવવા દઇએ અમે ઊની આંચ રે લોલ

ગામ, સમાજ, દેશની રક્ષા કરશું જી રે

સપનાં…

                                                                                                                        બકુલ પરમાર