કાવ્યના પપ્પા આવ્યાં,કાચી કેરી લાવ્યા.
કેરી એને ખૂબ ભાવે,એના પપ્પા કાયમ લાવે.
કાવ્ય કેરી ખાતી જાય, પપ્પા ને પપ્પી કરતી જાય.
કેરીમાંથી નીકળે ગોટલી,કાવ્ય ને માથે નાની ચોટલી.
કાવ્યની લાંબી ચોટલી,એને બેસવા ઘરમાં ઓટલી.
ઓટલી ઉપર કાવ્યા બેસે,ઘરની બહાર કૂતરાં ભસે.
કૂતરાંની એને લાગે બીક, કાવ્ય ને આવે ક્યારેક છીંક.
છીંક ખાતાં એ રૂમાલ ઢાંકે,માથે પાછી ઓઢણી રાખે.
ઘર આખામાં ફરતી જાય,એકલી એકલી ગીત ગાતી જાય.
કાવ્યના ગીત નાના હોય,કેરીના ગોટલામાં ગોટલી હોય.
કાવ્યને ગોટલી ભાવે ખૂબ, ગોટલી જોઈ એ પાડે બુમ.
કાવ્યની બુમ પડે નાની, એ કાયમ રહેતી છાની.
કાવ્યના પપ્પા આવ્યાં,કાચી કેરી લાવ્યા.