ભોજ સિંહાસન પર બેસે છે, ત્યારે સિંહાસનની બત્રીસ પૂતળોમાંથી એક મૂર્તિ જીવંત થાય છે. આ પૂતળી રાજા ભોજને સમજાવે છે કે ફક્ત સિંહાસન પર બેસવાથી તે મહાન ન્યાયાધીશ નહીં બને. આ સિંહાસન ઉપર બેસવા બીજા પણ અનેક ગુણ હોવા જોઈએ.
એક રાજા. તેમનું નામ ભોજ. એક દિવસની વાત છે. રાજા ફરતાં ફરતાં એક ટેકરા પર પહોંચી જાય છે. ટેકરા પર પગ મૂકતા જ તેમનામાં ઉદાર ગુણો ઉભરી આવે છે. પ્રેમ અને ન્યાયથી ભરાઈ જાય છે. રાજા ભોજને સમજાઈ જાય છે કે આ જમીનની અંદર કંઈક ખાસ હોવુ જોઈએ, એટલે રાજા ભોજે તેમના સૈનિકોને આ ટેકરાને ખોદવાનો આદેશ આપ્યો. અને ત્યાંથી એક પ્રાચીન સિંહાસન મળી આવે છે, આ સિંહાસન ઉપર બત્રીસ અપ્સરાઓની મૂર્તિઓ હતી. આ સિંહાસન સમ્રાટ વિક્રમાદિત્યનું સિંહાસન હતું. રાજા વિક્રમાદિત્ય ન્યાય અને લોકસેવા માટે જાણીતા હતા. રાજા ભોજના સલાહકારો કહે છે કે, જો એકવાર રાજાજી આ સિંહાસન પર બેસી લોકોને ન્યાય આપશે તો તે વધુ શ્રેષ્ઠ કામ કરી શકશે. સલાહકારોની વાત માની ભોજ તે સિંહાસન પર બેસવા ગયા.
ભોજ સિંહાસન પર બેસે છે, ત્યારે સિંહાસનની બત્રીસ પૂતળોમાંથી એક મૂર્તિ જીવંત થાય છે. આ પૂતળી રાજા ભોજને સમજાવે છે કે ફક્ત સિંહાસન પર બેસવાથી તે મહાન ન્યાયાધીશ નહીં બને. આ સિંહાસન ઉપર બેસવા બીજા પણ અનેક ગુણ હોવા જોઈએ. આમ બોલી પહેલી પૂતળી તેમને વ્યક્તિગત ગુણ સંબંધિત એક વાર્તા કહે છે. આ વાર્તાને આધારે ભોજરાજે ન્યાય કરવાનો થાય છે. પૂતળી વાર્તા કહે છે. આ રીતે રાજા રોજ એ સિંહાસન ઉપર બેસવા જાય છે. એ જ્યારે બેસવા જાય ત્યારે બીજી પૂતળી વાર્તા કહે છે. આ જ રીતે, એક પછી એક, અપ્સરાઓ રોજ એક એક વ્યક્તિગત અને ન્યાય પ્રક્રિયા માટેની વાર્તા કહે છે. આ વાર્તાઓ સાંભળી રાજા ભોજને થાય છે કે, તેમની પાસે એવા ગુણો નથી કે આ સિંહાસન પર બેસવા માટે લાયક બનાવે. આમ સમ્રાટ વિક્રમાદિત્યના અલગ અલગ બત્રીસ ગુણો વાળી વાર્તાઓને આપણે સિંહાસન બત્રીસીના નામે પણ ઓળખીએ છીએ.
Leave A Comment