વિષ્ણુ શર્મા જાણતા હતા કે તેઓ પરંપરાગત માધ્યમો દ્વારા આ ત્રણ રાજકુમારોને ક્યારેય શિક્ષણ આપી શકશે નહીં. આ માટે તેમણે ઓછી વપરાયેલ છતાં નવતર રીત અપનાવી. આ નવતર પધ્ધતિ એટલે પ્રાણીઓની કથાઓ. પંડિત વિષ્ણુ શર્માએ ત્રણે રાજકુમારોને વાર્તા દ્વારા કેળવી બતાવ્યા. આ વાર્તાઓને આપણે પંચતંત્રની વાર્તાના નામે જાણીએ છીએ.
એક રાજા. એમનું નામ સુદર્શન. જે યોગ્ય રીતે શાસન કરતા. રાજા સુદર્શન પોતે વિદ્વાન અને શક્તિશાળી શાસક હતા. તેમને ત્રણ પુત્રો હતા. એકનું નામ બહુશક્તિ, બીજાનું નામ ઉગ્રશક્તિ અને સૌથી નાના પુત્રનું નામ અનંતશક્તિ. રાજા પછી તેમના પુત્રોએ તેમનું શાસન સાચવવાનું હોવાથી રાજા તેમને રાજકારણ અને રાજદ્વારી વિશે શિક્ષણ આપવા ખૂબ પ્રયત્નો કર્યા. આમ છતાં તેમના પુત્રો કોઈ રીતે કેળવાઈ શક્યા નહીં.
રાજાને થયું કે હવે તેમના પુત્રો નહીં શીખી શકે. એ કોઈ રીતે કેળવાઈ શકશે નહીં. આ વાતે દુઃખી થઈ રાજાએ તેમના મંત્રીઓનો સંપર્ક કર્યો. રાજાએ સલાહ લીધી. રાજાને બધાં પૈકી એક સલાહ સાચી લાગી. આ સલાહ મુજબ રાજકુમારોને ધર્મ,શાસ્ત્ર કે અન્ય રાજkaak ને લગતુ શીખવાને બદલે તેમને કોઈક રીતે તેમને શાણપણ શીખવવાનું નક્કી કર્યું. આ માટે વિષ્ણુ શર્મા નામના એક પંડિતની પસંદગી કરવામાં આવી. આ કામ માટે તેઓ યોગ્ય હતા. રાજા ધ્વારા પંડિત વિષ્ણુ શર્માને દરબારમાં આમંત્રણ આપવામાં આવ્યું.
રાજાએ વિષ્ણુ શર્માને કહ્યું: ‘ જો તેઓ રાજકુમારોને કેળવી શકે તો તેમને કેટલીક બહુમૂલ્ય ભેટ અને ઇનામ આપવામાં આવશે. વિષ્ણુ શર્માએ કહ્યું કે હું પૈસા માટે જ્ઞાન વેચતો નથી. આ ત્રણ રાજકુમારો ને આવનાર છ મહિનાની અંદર રાજકારણ અને નેતૃત્વના માર્ગો વિશે કેળવવાનું સ્વીકાર્યું.

Hi