Home2026-01-12T15:59:08+00:00

આપનું સાહિત્ય મોકલો



    Allowed: Image (jpg, jpeg, webp, png, gif)
    Max size: 15 MB

    હું

    ગુજીપીડિયા પરિચય

    0+
    વિષયવસ્તુ
    0+
    શ્રેણીઓ
    0+
    સહયોગીઓ
    ગમતી-નિશાળ
    રખેવાળ
    અરણ્યધામ
    સેફ્ટ
    રુચરમી

    મિશન

    દરેક બાળક મહત્વનું છે. ગુજીપીડિયાનું ધ્યેય બાળ કેન્દ્રિત છે. આ માટે સંબંધિત વિશાળ ક્ષેત્ર માટે સંશોધન હાથ ધરવવાનું થાય છે. આવું કરવાથી ગુજરાત, ભારતના અન્ય રાજ્યમાં રહેતા ગુજરાતી પરિવારો અને અન્ય દેશમાં રહેતા ગુજરાતીઓ માટે ગુજીપીડીયા સતત સક્રિય રહે. આ માટે જરૂરી બાબતો તૈયાર થઇ ચુકી છે, સંશોધનના આધારે એમાં પણ ફેરફાર કરીશું. વિજ્ઞાન અને આધ્યાત્મિકતા સાથે, આંતરિક શક્તિઓના વિકાસને કેન્દ્રમાં રાખી કામ કરવાનો ધ્યેય છે.

    ગુજીપીડીયાના માધ્યમથી  ઘરશાળાના વિશેષ આયોજન ધ્વારા સરળતાથી ગુજરાતી ભાષા આપ શીખી શકશો. આપણા સૌની માતૃભાષા માટેના અમારા આ પ્રયત્નના ફેલાવામાં આપ અમારી સાથે જોડાયેલા રહેશો એ મહત્વનું બની રહેશે.

    વિઝન

    બાળક શરૂઆતની છ વર્ષની ઉંમરમાં જેટલું શીખી શકે એ આજીવન એની સાથે જોડાયેલું હોય છે. બાળકોને અને જેમણે જરૂર છે એવા મોટેરાઓની ગુજરાતી ભાષા શીખવાની બૌદ્ધિક શક્તિ અલગ અલગ હોય છે. નવી ભાષા શીખવા માટે મોટેરાઓ કરતાં નાના બાળકોને સરળતા રહે છે, તેઓ ઝડપથી શીખી શકે છે.

    ગુજરાતી ભાષા સંભાળીને સમજતાં, બોલતાં,વાંચીને સમજી શકતાં અને જરૂર પુરતું લખી શકવાં માટે સરળ શૈલીમાં અભ્યાસક્રમ નક્કી કરવામાં આવેલ છે. અનેક સંશોધનોને અંતે આ અભ્યાસક્રમ આપણા સુધી પહોંચ્યો છે, ત્યારે વધુમાં વધુ ગુજરાતી પ્રેમીઓ અહીં જોડાય એવા વિઝન સાથે અહી આપની સાથે અમો જોડાયા છીએ.

    રીઝન

    બાળકોના શિક્ષણને માવતર વધારે પડતું મહત્વ આપે છે.કદાચ જરૂરીયાત કરતાં વધારે બાળકો ઉપર દેખરેખ રાખવાથી બાળકોનો યોગ્ય વિકાસ થઇ શકતો નથી.આધુનિક સમયમાં બાળકો ઉપકરણ ઉપર એટલા નિર્ભર છે કે, કદાચ એ શિક્ષણથી દૂર લઇ જાય એમ પણ બને.

    ગુજરાત બહાર કે વિદેશમાં રહેતા વાલીઓની અપેક્ષા હોય છે કે એમનું બાળક ગુજરાતી બોલતું અને સમજતું થાય.વિદેશમાં વાલીઓ ગુજરાતમાંથી પુસ્તકો મંગાવે છે.શીખવા અને શીખવવામાં મૂળાક્ષર વધારે છે. આ માટેની જવાબદારી ગુજીપીડીયા સરળ અને સહજ રીતે શીખવશે. આ માટે ગુજીપીડીયા અને એની ટીમે છેલ્લા બે વર્ષથી મહેનત કરી આ સામગ્રી તૈયાર કરી છે.

    ગુજિપીડિયા જગત

    આપણું પુસ્તકાલય

    કાવ્યના પપ્પા આવ્યાં

    ગુજી-ગીતડું|

    કાવ્યના પપ્પા આવ્યાં,કાચી કેરી લાવ્યા. કેરી એને ખૂબ ભાવે,એના પપ્પા કાયમ લાવે. કાવ્ય કેરી ખાતી જાય, પપ્પા ને પપ્પી કરતી જાય. કેરીમાંથી નીકળે ગોટલી,કાવ્ય ને માથે નાની ચોટલી. કાવ્યની લાંબી [...]

    નવો અવતાર

    ગુજી-વાર્તા|

    એક રાજાના મહેલની આ વાત છે. આ મહેલમાં ચોરી થઇ હતી. ચોરી કરતાં ચોર પકડાઈ ગયો હતો.મહેલમાં કામ કરતો એક સિપાહી ચોરી કરતાં પકડાયો હતો. આ સિપાહી રાજના કોઠારમાં નોકરી [...]

    સૌની સાથે…

    ગુજી-વાર્તા|

    નાનૂ ગામ. આ ગામનું નામ રાજનગર. અહીં એક ખેડૂત રહે.ખેડૂતને પાંચ દિકરા. બધાં જ બળવાન.ખેડૂતના બધા જ દિકરા મહેનતુ.આ બધા જ દીકરા એક બીજા સાથે લડવા જગાડવાનું કામ કરે.તેઓ સગા ભાઈ હોવા [...]

    View More

    અમારો પરિવાર

    ઋચા પંડયા

    આર્ચી શેઠ

    રાજવી શેઠ

    અંશુ શેઠ

    અનુષ્કા શેઠ

    Apply for India Book of
    Kids Record
    Record Form




      હું

      તમારા પ્રશ્નો, અમારા જવાબો!

      GUJiPEDiA સાથે હું કઇ રીતે જોડાઈ શકું?2025-09-14T15:18:09+00:00

      જોડાવા માટે આપ આપનું સાહિત્ય,વિચાર કે વિગત અમારા સુધી પહોંચાડી જોડાઈ શકો છો. આપના બાળકને લગતી મૂંઝવણ માટે અને તેના સમાધાન માટે પણ પ્રશ્ન કરીને આપ જોડાઈ શકો છો. સાહિત્યનો સતત અને સર્વગ્રાહી ઉપયોગ કરવા માટે GUJiPEDiAનું સબસ્ક્રિપ્શન મેળવી શકો છો.

      ભાષા શિક્ષણ માટે GUJiPEDiA કઈ રીતે કાર્ય કરશે?2025-09-14T15:17:47+00:00

      સમગ્ર વિશ્વની કોઈ પણ ભાષા શીખવા અને શીખવવા માટે વૈશ્વિક રીતે પ્રમાણિત વ્યવસ્થા મુજબ શ્રવણ, કથન, વાચન અને લેખનના પરિચય પછી અર્થગ્રહણ અને અભિવ્યક્તિનો વિકાસ થાય રીતે ઓન લાઇન સ્કૂલિંગના અભ્યાસક્રમ નિર્માણ થકી વિશ્વની સૌ પ્રથમ ગુજરાતી શીખવવાની ઑન લાઇન  શાળા શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેના માધ્યમથી સમગ્ર દેશ અને દુનિયાના ગુજરાતી પરિવાર માટે ઉપયોગી થશે.

      India Books of kids record માં કઈ રીતે અરજી થઈ શકે?2025-09-16T03:30:14+00:00

      લિંક પર ક્લિક કરીને તમે સીધા India Book of Kids Records માટે અરજી અને રજિસ્ટ્રેશન કરી શકો છો.

      બાળકો અને શિક્ષકોના નવા વિચારો કઈ રીતે પહોંચાડી શકાય?2025-09-16T03:32:11+00:00

      ‘Innovation’ (નવસર્જન) પર આપેલી લિન્કથી શિક્ષકો અને વિદ્યાર્થીઓના નવા વિચારો તમે અમારા સુધી પહોંચાડી શકો છો.

      GUJiPEDiA નું ભવિષ્ય શું છે?2025-09-15T05:35:49+00:00

      ગુજરાતના લોકો, ભારતમાં રહેતા ગુજરાતીઓ અને વિશ્વના ગુજરાતી પરિવાર થકી ગુજરાતી ભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે સતત કામ થકી સૌને જોડાવા  અને વિશ્વમાં સૌથી મોટું ગુજરાતી ભાષાનું નેટવર્ક બનાવવાનું ભવિષ્યમાં આયોજન છે.

      GUJiPEDiA રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેવી રીતે કાર્યરત છે?2025-09-15T05:36:29+00:00

      રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જ્ઞાનનું સર્જન, એક્સિલેટર લર્નિંગ, નીડ બેઝ એજ્યુકેશન અને માતૃભાષામાં પ્રવૃત્તિ ધ્વારા શીખવવું અને વિવિધ કૌશલ્યોને પ્રાધાન્ય આપવાના વિચાર થકી NEP:2020 ના માર્ગદર્શક સૂચનો મુજબ અમો કાર્યરત છીએ.

      GUJiPEDiA ગુજરાત બહાર કેવું કામ કરે છે?2025-09-15T05:37:01+00:00

      ભારતના અન્ય રાજ્યોના ગુજરાતી પરિવારો,ગુજરાતી ભાષા અને બાળસાહિત્યના સંશોધકો અને સર્જકો સાથે પ્રાંત,રાષ્ટ્ર અને વિશ્વમાં ગુજરાતી ભાષા માટે કાર્ય કરી રહ્યા છીએ.

      વિશ્વ ગુજરાતી સમાજ માટે GUJiPEDiA શું કરવા ધારે છે?2025-09-15T05:37:37+00:00

      વિશ્વના કોઈ પણ સ્થળે રહેતા મૂળ. ગુજરાતી પરિવારના સભ્યો માતૃભાષામાં લખી કે બોલી અને વાંચી શકે એટલી સંકલ્પના સિદ્ધ થાય રીતે ચૌધ વર્ષ સુધીના બાળકો માટે પ્રકાશિત સાહિત્ય, આધુનિક સમયનું ઉંમરના બાળકો માટેનું સાહિત્ય અને ભવિષ્યની જરૂરિયાત મુજબનું સાહિત્ય નિર્માણ અને અહીં પ્રકાશિત કરવાનું આયોજન છે. ગુજરાતી ભાષાના ચાહકો માટે દેશનું પ્રથમ ઓન લાઇન બાળ સાહિત્યનું મેગેઝિન પ્રકાશિત કરીએ છીએ.

      તમારો પ્રશ્ન મોકલવા માટે

        અમારું સરનામું

        સ્થળ:

        ગુજીપીડિયા, ૩૦૫-અખબાર ભવન, સેક્ટર ૧૧, ગાંધીનગર. ૩૮૨૦૧૦.

        ઈમેલ:
        મોબાઇલ નંબર:

        અમારી સાથે જોડાવો

          અમારી સાથે જોડાવો
          Go to Top