0:000:43
વૈષ્ણવ જન તો તેને રે કહીએ
જે પીડ પરાઈ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે
મન અભિમાન ન આણે રે
સકળ લોકમાં સહુને વંદે
નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચળ રાખે
ધન ધન જનની તેની રે
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી
પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે
પરધન નવ ઝાલે હાથ રે
મોહ માયા વ્યાપે નહીં જેને
દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી લાગી
સકળ તીર્થ તેના તનમાં રે
જો તમે ઈચ્છો તો હું તમને
ઑડિયો GUJiPEDiA માં જ સંભળાય છે — download ઉપલબ્ધ નથી.


