સુખી કોને ભાવે ?
મને...
સુખી કોણ બનાવે ?
મમ્મી.
ના હોં ભાઈ, સુખી તો બા પણ બનાવે…
મને તો સુખી બહુ ભાવે..
ઓ… ચકાભાઈ, સુખી તો મને પણ ભાવે હોં, અને આ બેનાને પણ. આ દાદી-દાદીને પણ ભાવે ને મમ્મીને પણ. સુખડી બધાંને ભાવે.
પપ્પા-પપ્પા, મનેય ભાવે સુખી. મારું નામ કેમ ના બોલ્યા.. જાવ... તમારી કિટ્ટા, નહીં બોલું જાવ...
એ... ચકલાભાઈ, આમ કિટ્ટા નહીં કરવાની… ભઈ મારી બુચ્ચા કરી દ્યો ને!... નહીંતર મને ના ગમે...
પપ્પા-પપ્પા, તમે બોલો..… કે ચકાને સુખી બહુ ભાવે.
ચકાને સુખી બહુ ભાવે… બહુ ભાવે… બહુ ભાવે. બસ, હવે બુચ્ચા ને ?
તું કિટ્ટા કરે એ મને ના ગમે.
બુચ્ચા... બુચ્ચા... જાવ બુચ્ચા.
મમ્મી સુખી બનાવે તો… મને આપીશ ?…
આપીશ, બધાંને આપીશ… દાદાને આપીશ, બાને આપીશ, બેનાને આપીશ, મમ્મીને પણ અને તમને આપીશ હોં પપ્પા… બધાને આપીશ.
વાહ રે વાહ મારા દીકરા, જો… જો… જો… મમ્મી ગોળ ભાગે છે… સાંભળ ખટ... ખટ... ખટ.
ચકાભાઈની લાળ ટપકે છે ટપૂ...ટપ્... ટપૂ.



