૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

મમ્મીના ખોળામાં

Mammy na kholama

મમ્મીના ખોળામાં

બેટી, અંકલને ખુરશીમાં બેસવા દે.

ના... નહીં આપું.

ઓ. કે. લ્યો, અંકલ. મારી ખુરશી. ક્રિનાની મમ્મીએ ખુરશી આપી. મમ્મી ઊભી થઈ ગઈ. ક્રિના તો નાટક જોવામાં મશગૂલ હતી. એને તો મજા આવતી હતી. એ તો તાલી પાડે, ને હસે ખડખડાટ.

નાટકમાં આવ્યા મુન્નાભાઈ. એ તો આવીને બેઠા મમ્મીના ખોળામાં. ક્રિના એ જોતાં બોલી, 'મમ્મી મમ્મી, તું બેસીજા ને મારા ખોળામાં.'

'તું મારા ખોળામાં બેસ.'

'ના, નહીં બેસું જા.'

‘તો હવે હું તારા ખોળામાં બેસું? કહી હળવેથી વજન મૂક્યું. કિનાના ખોળામાં મમ્મી બેઠી.

‘મમ્મી.. ઊભી થા. મને નથી દેખાતું…’ મમ્મી ઊભી થઈ ગઈ. એટલે ક્રિના પણ ઊઠી. અને ખુરશીમાં મમ્મીને બેસવા દીધી, પછી એકથી ટેન બોલતાં—બોલતાં મમ્મીના ખોળામાં બેસી ગઈ.

‘મમ્મીના ખોળામાં મુન્નો,

બેઠી નાની બહેન.

ક્રિના બેસી ગઈ ખોળામાં.

સાંભળી વનથી ટેન.’

શેર કરો: