૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

હું છોટા ભીમ

Hu chhota bheem

હું છોટા ભીમ

મમ્મી, મમ્મી જોને....

શું છે બેટા ?

આ જોને... મારી પાસે આવે છે તે.

ઓહો... દત્ત. એને ફુદું કહેવાય. એ કશું ન કરે હોં. એનાથી ન ડરાય.

તું એક ફૂંક માર. જો... જો..…. પછી એ ઊડડ્યું… એ ઊડ્યું મજાનું.

મમ્મી, મમ્મી, હું ફૂંક મારું ?

હા-હા... કેમ નહીં ? તું રમને એની સાથે.

પણ... એ તો ઊંચે ઊડે છે.

થોડી વાર ઊડીને થાકશે પછી આવશે નીચે. એટલામાં તો ફુદું નીચે આવ્યું. દત્તે પછી ફૂંક મારી. એ તો ગયું ઊંચે... ઊંચે.

મમ્મી, મમ્મી... દોડ. જો... જો... ફુદું તો બેઠું પંખા ઉપર.

વાહ રે વાહ ! જોઈ દત્તની તાકાત ! એની ફૂંકથી ફુદું ઊડી ગયું.

મમ્મી હું તો શક્તિમાન !

હા... હા.. કેમ નહીં... તું તો બળિયો ભીમ. તું છોટા ભીમ.

દાદા... દા... દા... હું છોટા ભીમ.

બા... બા... જો છોટો ભીમ આવ્યો. આવ્યો... છોટા ભીમ.

શેર કરો: