૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

ગીત મજાનું ગા

geet majanu ga

ગીત મજાનું ગા

ગીત મજાનું ગા

સવાર પડી ને…

સૂરજદાદા અજવાળું લાવ્યા.

દાદા બેઠા મોબાઈલ જુવે.

ત્યાં તો ભીંતે દેખાયો એક આકાર. એ પણ કેવો? માછલી જેવો. દાદા ગીત ગાતા હતા,

હરફર હરફર કરે,

માછલી ભીંતે તરે.

શિવમને મજા પડી. ‘હૈં દાદા, માછલી ભીંત ઉપર તરે?

દાદા કહે, ‘માછલી તો પાણીમાં તરે.’

‘તો આ કેમ ભીંતે તરે?’ દાદા જુઓ…જુઓ.

પણ દાદા તો આગળ ગાતા રહ્યા,

એ જમ્પીંગ જમ્પીંગ કરે,

મસ્ત મજાની તરે.

'ઓ..… હો…. હો... દુમ દબાકે ભાગી. જો… જો…જો… એ તારી પાસે.’ શિવમ ગભરાયો. દાદાની ગોદમાં લપાયો.

‘દાદા... નો.’

દાદા બોલ્યા,

શિવમ બોલે ના,

તું મામા ઘેર જા.

શિવમ કહે,

‘જમ્પીંગ જમ્પીંગ ગા,

મામી ઘેર તું જા.'

'દાદા… દાદા... જુઓ. એ મારી ગાડીમાં બેઠી.’

‘હા, તો તું જ એને કંઈ કહે.’

‘જમ્પીંગ જમ્પીંગ ગા,

કાકા ઘેર તું જા.'

દાદા કહે, 'બરાબર. એ હવે જાય કાકાને ઘેર.’

‘નો… નો…નો, એને કહો શિવમના ઘેર રહે.”

‘ઓ.કે. બાબા…’ ને એ પ્રતિબિંબ પાછું આવ્યું.

શિવમ તો રાજી રાજી. પણ થોડી વારમાં વાદળ આવ્યાં. સૂરજદાદા એની પાછળ સંતાયા. શિવમભાઈ થયા રઘવાયા, ‘દાદા… દાદા... માછલી ક્યાં?”

દાદાએ કહ્યું, ‘માછલી ન્હાવા ગઈ. તું પણ ન્હાવા જા. એને સૂરજદાદાએ બોલાવીને કહ્યું, ‘ગંદી—ગોબરી કેમ ફરે છે? પછી મને પણ કહ્યું કે… ગીત મજાનું ગા.

‘તો તો…દાદા ગાવને ગીત.’

દાદા ગાવા લાગ્યા,

ટાટા બાય બાય ટા,

હું કાલે આવીશ હાં.

શિવમ તું ન્હાવા જા,

પછી ગીત મજાનું ગા.

શેર કરો: