મમ્મી, મમ્મી, શું કરે છે ?
શાક સમારું છું...
મને આપને... મને આવડે છે. મને બધું આવડે...
જો બેટા, તું હજી નાની છે ને! આ ચપ્યું તને વાગી જાય… તું તો બહુ ડાહી હોં. તને આમ લૂછતાં આવડે ?… મમ્મી નાની મેઘા સાથે વાત કરે ને કામ પણ.
મમ્મી, આને શું કહેવાય ?
ભીંડા, તને ભાવે છે ને ?
હં...અ... મને બહુ ભાવે...
જો, એને ધોઈ નાખ્યા.
હવે આમ લૂછવાના… તું તો મસ્ત લૂછી દે ને ! આવું સાંભળતાં મેઘા રાજી થઈ, કપડાનો કટકો લઈ ભીંડા લૂછતી જાય, ને ગણતી જાય.
એક ભીંડો,
બે ભીંડો,
ત્રણ ભીંડો.
મમ્મી, બધા ભીંડા મને ભાવે... એક-બે ને ત્રણ.



