૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

દૂધ જેવા ઉજળા દાંત

Doodh jeva ujala dant

દૂધ જેવા ઉજળા દાંત

'કાકા….દોડો….દોડો… આ વાંદરો જો ને… એના દાંત બતાવે છે.'

‘તે બતાવે જ ને ! એના દાંત કેવા ચોક્ખા રાખે છે…. છે ને દૂધ જેવા ઉજળા… તું દરપણમાં તારા દાંત જો…’ હિરેનકાકા બોલ્યા.

‘પણ…કાકા, એ બસ કરે છે ?’

‘ના, રિધાન, બ્રસ કેવો ને વાત કેવી ? પણ એ કાચાં શાકભાજી ખાય, ફળો ખાય... એટલે એના દાંત મજાના ચમકે.’

'કા…કા…કાકા, જુઓ દાંત કચકચાવે છે…મ્હોં ફાડીને દાંત કાઢે’

'ભલેને કાઢે..રિધાન, મારી સાથે ગાતો જા…તને મજા પડશે…’

એના દાંત છે ઉજળા-ઉજળા,

શાક-સલાડ એ ખાતો.

હરખે ફળ-ફળાદિ જોતાં, ને-

હૂપ-હૂપ કરતો ગાતો...

—આવું ગીત સાંભળી રિધાન તો ભાઈ રાજી રાજી, હૂપ-હૂપ કરતો ગાતો... હૂપ-હૂપ..હૂપા….હૂપ કરતો રિધાન પાછો વાંદરા સામુ જોવા લાગ્યો.

'કાકા…કાકા, પણ… એ આવા દાંતિયા કેમ કરે છે?'

‘રિધાન, પશુ-પંખીઓ બહુ ચાલાક હોય છે. એને કોઈ સતાવે, ડરાવે કે ખીજાય ત્યારે એ આમ દાંતણીયા કરે. પોતાની પાસે દાંત જેવા શસ્ત્રો છે. હથિયારો છે. મને પણ લડતાં આવડે છે…હું તારાથી ડરતો નથી. જેવી વાતો સામેની વ્યક્તિ કે પશુને અથવા પોતાના જાતિભાઈઓને કહે છે. કેવી હોંશિયારી ! દાંતણીયા કરી એ ગુસ્સો કરે છે.’

‘ચાલો… ચાલો, રિધાન, વાંદરાભાઈને સતાવાય નહીં હોં !'

'ના...ના... કાકા, વાંદરા જોવાની બહુ મજા આવે છે.’

‘તો એમ કહેને કે…એના દાંતણીયા જોવા છે…’

'હા..હા... જાવ, જોવા છે દાંતણીયા.’

‘પણ... રિધાન, મને તું દાંતણીયા કરીને બતાવ, તારા દાંત જોવા દે...'

‘એં…એં…એ… લો જુઓ મારા દાંત.’

'સરસ...સરસ... તું પણ સલાડ, ફ્રુટ ને શાકભાજી ખાય છે ને! એટલે તારા દાંત મજાના છે હોં… રિધાનના દાંત કેવા ? ઉજળા દૂધ જેવા.'

શેર કરો: