૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

દૂધ-ભાત ખાને

Doodh Bhaat Khane

દૂધ-ભાત ખાને

મમ્મી, મમ્મી... કા... કા... કા... આવ્યો.

સંતુ, તું કા… કા... કા…ને બોલાવ.

લે... લે... કા... કા... કા… કાગડા, આજે મમ્મીએ પૂરી નથી બનાવી.

સંતુ, મને તો ભાત પણ ભાવે. તું ખાને હું પણ ખાઉં, ચાલ... આપણે બંને ખાઈએ.

પણ... સંતુ, તું કા... કા... કા… વાળું ગીત ગાય તો જ આવું.

લે… ગીત ગાઉં છું બસ !

કા... કા... કા... ગાને,

દૂધ-ભાત ખાને.

મને પણ બહુ ભાવે,

પૂછ મારી માને.

ના ભાઈ ના. હું તારી માને ના પૂછું… એ તો મને બેસાડે, કા… કા… કા… કરી હસાવે, પછી પૂરી બનાવે. સંતુ, એટલી બધી વાર હું ના બેસું. મને તો ગમે ઊડવાનું. આ ઝાડથી પેલું ઝાડ. આ ઘેરથી પેલે ઘેર. કા… કા… કા… મને ઊડવું છે.

તું મોટો થા હોં, પછી તને શીખવીશ. તું ઘી-ભાત ખાઈ લે. હું હમણાં આવું છું હોં. કહેતાં-કહેતાં કા… કા… કા… ઊડી ગયો. સંતુ ખાઈને સૂઈ ગયો.

શેર કરો: