૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

ચું... ચું... ચું... બૂટ બોલ્યા

Boot bolya

ચું... ચું... ચું... બૂટ બોલ્યા

હા... હા... ચાલો... તૈયાર થઈ જાવ. સાંજ પડી. તને ગાર્ડન બોલાવે.

મારા યશભાઈને હીંચકો બોલાવે, વહાલી-વહાલી લપસણી બોલાવે.

‘હૈં દાદા, એ બધા બોલાવે ? હું તો તૈયાર, બૂટ પણ પહેર્યા.’

એ બેટા, મારા બૂટ ક્યાં ?

એ ભાઈ, તમે તો મારા બૂટ પહેર્યા, હવે...હું શું પહેરું?’...

મારા બૂટ.

લાવો ભાઈ તમારા બૂટ, ઉમાદાદાએ યશુના બૂટ માગ્યા.

દાદા... દાદા... તમને ના થાય. મારા બૂટ તો નાના-નાના.

તો... મારા બૂટ તો મોટા... મોટા.

‘મને થાય છે.' કહી યશભાઈ તો ચાલવા ગયા. બૂટ સાથે ઢસડાયા. એટલે દાદા બોલ્યા, ‘યશ, એક વાત કહું ? તું હીંચકા ખાય, લપરાણી પર લપસે. ત્યારે... ગાર્ડને મને એક વાત કહી હતી કાલે. મજાની વાત હોં. બહુ મજાની. તારે સાંભળવી છે?...'

'હા, દાદા, કઈ વાત ?'

ગાર્ડને કહ્યું હતું કે... 'સહુ—સહુના બૂટ પહેરીને આવો. એ જોવાનું મને બહુ ગમે. નાના છોકરાંના નાના-નાના બૂટ. ચું… ચું... બોલે, ને એવું શું... શું બોલે ? મજા પડે હોં. મને તો એવા બૂટ બહુ ગમે.’

‘મને પણ ગમે.'

તો… તો પહેરી લે ફટાફટ. ચાલો… ચાલો… ગાર્ડન બોલાવે છે. સાંભળ યશુ. મને તો ગીત સંભળાય છે, પેલા ગાર્ડનમાંથી...

યશના બૂટ મજાના,

પહેર્યા છાના-માના

ચું.ચું. ચું-ચું કરતા ગાતા,

હવે નથી કોઈ બ્હાના.

શેર કરો: