૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

ભૂમિબેનનો ભૂસકો

Bhoomibenno bhusko

ભૂમિબેનનો ભૂસકો

ચપટી વગાડતાં ભૂમિબેન ઉઠ્યાં. ‘નાનું…નાનું, ચાલ... ગાવા જઈએ.’

'ચાલ, તું તૈયાર થઈ જા…’ નાનું બોલ્યો. નાનું ભૂમિનો મોટોભાઈ, પણ ઘરમાં બધાં નાનુ કહે.

‘ઓહો…ભૂમિ ચણિયાચોળી વાળી…તું તો બેન ઝગમગે છે હોં…’ શંકરદાદા બોલ્યા.

‘નાનુ...નાનુ...જો...દરપન…દરપન છે ને !’

'બહુ બધા દરપણ છે.આટલા બધા…’ નાનુએ હાથ પહોળા કરી બતાવ્યું.

મમ્મી-પપ્પા સાથે ભૂમિ ગઈ ગરબા ગાવા. દાદા ને નાનુ પણ આવ્યા. ભૂમિ ગરબા ગાય પછી બેસી જાય. ચોકમાં તો ધૂળના ઢગલા… ભૂમિને તો ભાઈ ભારે મજા પડી. મોટો ઢગલો કરે ને મારે ભૂસકા. ભૂમિ પડી જાય તો નાનુ ત્યાં દોડી જાય.

નાનુ ને ભૂમિ બહુ વ્હાલી. ઘરમાં પણ ભૂમિને કંઈ વાગે તો નાનુ દોડી જાય. 'ચાલ…ફૂ. કરી આપું…જો…જો… કીડી મરી ગઈ…એને વાગ્યું, તને નહીં,' આમ નાનુ નુસખા (ઈલાજ કે ઉપાય) કરે.

શંકરદાદા નાના-નાના ટુચકા કહે… ભૂમિ રડતી બંધ થઈ જાય. આમ એક જોડકણું બધાં ગાય,

એ...એ..મને ઊંચકો,

દાદાજીનો ટુચકો,

ભૂમિબેનનો ભૂસકો.

ને નાનુભાઈનો નુસખો.

આજે ગરબા ગાતી ભૂમિએ માર્યો ભૂસકો…પણ આજનો ભૂસકો હતો જુદો જ. રેતી ભરી ખોળામાં, ને પછી ભમ…ભમ્મ... ભૂસકો. આસપાસ રેત જ રેત. નાનૂ દોડ્યો. ભૂમિને ઊભી કરી, ત્યાં તો આવ્યા દાદા. દાદાએ માંડ્યો ટુચકો… ‘ભૂમિ…જો… આ દરપણ થયું ગંદું…ને દરપણવાળી ભૂમિ પણ કેવી ?'

‘ગંદી…’ નાનુએ કહ્યું.

‘નવી-નવી વાવા પહેરી શું કરે છે તું ?’

‘ચણિયાચોળી, પહેરેલી ભૂમિએ વળી માર્યો ભૂસકો.. 'દાદા...દાદા ભૂસકો… નાનુ…નાનુ…તું ખાને ભૂસકો… ભૂમિબેનનો ભૂસકો.’

શેર કરો: