બઉંઓ કોણે ભાવે
બઉંઓ કોને ભાવે ? હૈં ભાઈ.
મને... મને... મને...
દર્શિત. તેં તો બઉંઓ ખાધો… તેં કોને-કોને આપ્યો ?...
મેં... ખાધો પછી મોઢાને આપ્યો. જીભને આપ્યો. દાંતને આપ્યો. અને પછી પેટને !
વાહ રે ભાઈ વાહ! પછી...
પછી… મોઢાને અને પેટને ખવરાવ્યો.
તારા મોઢાને બઉંઓ ભાવે છે ?
હા...
પેટને બઉંએ ભાવે છે ?
હા...
દર્શિત પેટને બોલવા દે ને!
એ તો ના બોલે… એ તો મોઢું બોલે.
મોઢું શું બોલે ભાઈ ?...
બહું બધું...
શું શું બોલે? કહે જોઇએ.
બઉંઓ આપો ને ?.... મને બઉંઓ ભાવે… બહુ બધો...



