મમ્મી, મમ્મી, મને ભનવું...
તને ભણવું છે... ચાલ. અહીં આવ ભણાવું.
પછી કથા ભણવા બેઠી. ને મમ્મી ભણાવવા બેઠી.
કથા, જો… આને 'ક' કહેવાય. 'ક’… કમળનો ક. બોલ જો… ‘ક’... કમળનો ક.
ના... જા... નહીં ભનું. તારી કિટ્ટા.
કેમ ભાઈ કિટ્ટા. તને તો ભણવું છે ને ! ચાલ મારી ડાહી દીકરી. આવી જા.. જો… જો... આ…. આવી ગઈ મારા ખોળામાં. કથા દીકરી તો બહુ વહાલી આવ, સરસ—સરસ ભણાવું. એ... એ... એ… દોડી દોડી આવી ગઈ.
ના. જા...
પણ... કેમ ના. હમણાં તો તને ભણવું હતું.
ના, તું તો ખોતું—ખોતું ભનાવે છે. બેન તો કબૂતરનો 'ક' કે. ને તું તો કમળનો 'ક'.
ઓહો… ચાલો, તો કબૂતરનો 'ક' બસ.
મમ્મી ઘુ... ઘુ... ઘુ... ઘુ... કરતી. કથા ખુશ-ખુશ થઈ ગઈ. પછી ગોળ-ગોળ ફરવા લાગી ને મમ્મીને કહેવા લાગી... મમ્મી કથાનો પણ ‘ક’ હોય ને!



