નાનું એક ગામ.
ગામ એમાં એક પંડિત રહે.
આ ગામમાં અને આસપાસના પચાસ ગામમાં આ પંડિત જજમાનનું કામ કરે. કોઈ ની પૂજા પાઠ કે વિધી કરાવે. તેમને આટ
આટલામા સૌ માન આપે.પંડિત, તેમનાં વહુ અને ઍક દિકરો. સૌનું શાંતિથી અને સુખેથી જીવન પસાર થતું હતું. ઍક દિવસની વાત
છે. પંડિતની વહુ બીમાર થઈ ગયાં. થોડા દિવસમાં એમનું અવસાન થયુ. એમનાં અવસાન પછી પંડિત એકલા પડી ગયા. છોકરો પણ
નાનો. પંડિત બિચારા એકલા આ ગામ અને પેલું ગામ કરે.સાંજે થાકી ને ઘરે આવે,જમવાનું બનાવે ણે દિકરા સાથે જમે. આ દીકરાને
મગજ જરા અડધું. કહેવાય કે એકાદ બે આંટા ઢીલા.

દિકરો ધીરે ધીરે મોટો થતો ગયો. એ દિકરો બે દાયકા પસાર કરવામાં હતો. પંડિતને થયુ. આ અડધા મગજ અને નટ ઢીલા હોય એવા
દિકરા માટે હું વહુ શોધું. જો હુ મરી જઈશ તો આ દિકરો કુંવારો રહેશે.

આવું વિચારી પંડિત તો ઍક ગામથી બીજે ગામ દિકરાની વહુ શોધવા નીકળી ગયા. પગમાં જુના જોડા,ને બગલમાં છે પોચકુ. પંડિત
આટલું લઇ ફરતા હતાં. ઍક દિવસની વાત છે. ગરમીના દિવસો હતાં. પંદૌત જી પણ થાકી ગયા હતાં. ઍક ગામને પાદર તેઓ વડના
જાડ નીચે પોરો ખાવા બેઠા. અહિ આ ગામની છ થી અઢાર ની ઉંમર હોય એવી દીકરીઓ રમતી હતી. ગામનાં પાદરે માટીમાં તેં
ગજ્જર બનાવવાનું રમતાં હતાં. પંડિત જી આ દીકરીઓને રમતી જોતી જતી. એટલામાં ઍક દિકરી રાડ પાડી. એ સુંદર અને ચતુર
દેખાતી હતી. રાડ પાડીંએ કહે: ભાઈ હું કોઈ નું ઘર ભાંગતી નથી. મારુ ઘર કોઈ ના ભાંગતા. મેં કોઈનું ઘર બગાડવા દીધું નથી.
મારુ ઘર કોઈ ના બગાડતા. પંડિત આ સાંભળી ખુશ થયાં. પંડિત મનોમન કહે: "આ છોકરી છે બટકબોલી.પંડિત એમની પાસે ગયો
ને કહે: હું બહાર ગામથી ગરમીમાં ચાલતો અહિ પહોંચી આરામ કરુ છું. મને થાક લાગેલ છે. મારે આરામ કરવો છે. મને આ ગામનાં
પંડિત કે પૂજારી ને ઘરે લઇ જાવ. આ સંભાળી પેલી સુંદર અને બટકબોલી દિકરી કહે:એ હા, બાપા મારા બાપુજી આ ગામનાં
મંદિરમાં પૂજારી છે.તમે.મેરા ઘરે જ ચાલો. મારા જ ઘરે પધારો. છોકરી તો લઈ ગઈ પંડિત ને ઘરે. ફળિયાંમાં એનું ઘર આવતાં તેં
સીધો જઈ ખાટલો લઇ આવી. આ ખાટલા ઉપર ગોડ્ડૂ પાથરી પંડિત ને બેસાડી દિકરી કહે: આપ બેસો હું પાણી લેતી આવુ.'

પંડિતજી ઢાળેલ ખાટલા પર આડા થયાં. દિકરી પાણી લાવી. પાણી પીધા પછી પંડિતે જોયું તૌ દિકરી ચતુર,સુંદર અને ઘરની
જવાબદારી સાંભળે એવી હતી. થોડી વાર પછી પંડિત કહે: તારા બા ને બાપુજી કેમ દેખાતા નથી. દિકરી કહે : તે સામેના ગામે લોટ
ઉગાવવા ગયા છે. પંડિત ને એમ કે મ બાપ મલે તૌ દીકરાનું પાકું કરી નાખું. ' પંડિત નો સવાલ સંભાળી દિકરી આકાશ સામે જોઇ ને
કહે 'એ આવશે તો એ નહીં આવે. ' આ વાત પંડિત ને સમજાઈ નહીં. ખબર ન પડે તો પૂછી લેવું એવું માની પંડિત કહે: એ આવે તો
એ ન આવે. આ વાય સમજાતી નથી. દિકરી કહે: વરસાદ આવવામાં છે.જો વરસાદ પડે તૌ સામેના ગામનાં નાળા મા પાણી ભરાય.
એટ્લે એ આવે તો ઈ ન આવે.' પંડિત કહીશ થયા. એમણે મનોમન પાકું કરી લીધુ. ભલે રાત રોકાવું પડે . પાકું કરી નાળિયેર ને
સકનનો પૈસો આપી ને જ જવી.

થોડી વાર પછી પંડિતે દિકરી ને પાસે બોલાવી. થોડા ચોખા આપી ખીચડી બમાવવા ને સાથે જમવા કીધું. પંડિત વિચારતા કે છોકરી
મારા ઘેર ચાલે અને મારા અડધા મગજનાં ને આંટા વગરના દિકરા ને સાચવી શકશે.

પંડિત વિચારતા હતાં. દિકરી રસોડામાં ગઇ. જોયું તો આરસના સફેદ ચોખા હતાં. એ પકવી કેમ શકાય. દિકરી પણ ચતુર હતી. એણે
એનાં રમવાના લોખંડના ચણા ઍક વાડકીમાં આપતાં પંડ઼િત ને કહે:' આપ જમવાનું થાય એટલી વાર આ ચણા ફાંકો. લોખંડના ચણા
જોઇ પંડિતને આ દીકરીની ચતુરાઈ માટે માણ થયુ. મારા દીકરાને આ જ આજ સા ચવે એમ છે.પંદૌટ તો બીજ દીવસ પાકું કરી
જવાના વિચાર સાથે ખાટલામાં લંબાવી. તેં સવાર પડવાની અને દીકરાનું પાકું કરવા પૂજારીની રાહ જોતાં હતાં. એ સવાર એટ્લે હવે
તારે રૂપિયો ને નારિયળ દઈનેજ જાવું આવી છોકરી ન મળે. આવા વિચાર કરતા સુઈ ગયા.

દિકરી કહેતી હતી એમ વરસાદ આવી ગયો. થોડી વારમાં વરસાદ આવી ગયો.પંડિતજી અહિં રોકાયા હતાં.ઘર માલિક પૂજારી નાળા
ભરાવાને કારને રાતે પરત ન થયાં. સવારે તેં પરત થયાં. આ પંડિતે દીકરીના માંગણી કરી.તેની ચતુરાઈ અને આરસના ચોખા અને
લોખંડના ચણાની વાત કરી એનાં દિકરા માટે આ દીકરીનો હાથ માંગવા વાત કરી.આસપાસના પચાસ ગામમાં આ પંડિતની ઓળખ
ને આબરૂ હતી. આવા આબરૂ વાળા ઘરમાં દિકરી ને આપવા મંદિરના પૂજારી સહમત થયાં.

પંડિતનાં દિકરા અને પૂજારીની દિકરીનાં વિવાહ થયાં. ચતુર દીકરીએ આ આંટા વગરના પંડિત નાં દીકરાને સાચવી લીધો. ચતુર વહી,
આંટા વગરનો પંડ઼િત નો દિકરો ને પંડિત સાથે રહેવા હતાં. ખરેખર આ પંડિતનાં ઘરની વહુ એ આ અડધા મગજ્નણએ સુધારી
પાંચમા પૂછતો કરી દીધું. સૌ એ ખાધું,પીધું ને મોજ કરી.