મમ્મી મારી ડાહી ડમરી,
પપ્પા પ્યારા લાગે..।
ઘરનું બધું કામ પતાવી,
નોકરી જવા ભાગે…
થાકી ને એ ઘરે આવતી,
ના ખાવાનું કે પાણી માંગતી.!
કુટુંબ, પરિવારમાં પણ પ્રેમ અનેરો,
હોય પ્રસંગ કે, અવસર સુનેરો.. !
સમજી, વિચારી એ આયોજન કરતી.
દુ:ખ, મુસીબતમાં પણ,
એ પાછી ના પડતી.
“હું” મમ્મીની વ્હાલી ગુડિયા
ખુશ છે. મારો પરિવાર !
ખુશ છે ! મારી દુનિયા…!
બકુલ પરમાર
Leave A Comment