નાનો એક છોકરો,એનું નામ હેનીલ.
હેનીલ ગાય ગીતડાં,લાગે મજાનાં ગીતડાં.
હેનીલ બેસે ન્હાવા,પાણીમાં ખૂબ ભીંજાવા.
દાદી એને રમાડે,પાણીમાં રમતો રમાડે.
સાયકલ હેનીલ ચલાવે,ભમ ભામાટ એ દોડાવે.
સાયકલ એની સરરર જાય, હેનીલ ટકોરી મારતો જાય.
આગળ કોઈ આવી પડે,હેનીલ ને બ્રેક મારવી પડે.
હેનીલની સાયકલ એવી સુંદર,જાણે ગણપતિ દાદાનો ઉંદર.
હેનીલ ને સાયકલ ખૂબ ગમે,આખો દિવસ એ સાયકલ રમે.
એના પપ્પા જો એને લડે, હેનીલ દાદાને ફરિયાદ કરે.
હેનીલ લાગે સૌને વહાલો, જાણે ગામનો એ નાનો કાન્હો.
નાનો એક છોકરો,એનું નામ હેનીલ.
હેનીલ ગાય ગીતડાં,લાગે મજાનાં ગીતડાં.
Leave A Comment