નાનું ગામ.
ગામનું નામ રતનપુર.
એ ગામમાં એક પટેલ રહે. આ પટેલને બે-સાર છોકરા. આ પટેલ અને પટલાણીના ચારેય છોકરા બઉજ કામઘરા. એ બધુ જ કામ
કરે. કોઈ ખરાબ આદત કે બંધન નહીં. પટેલ કે પટલાણી ઍક અવાજ કરે એટ્લે બધા ઍક સાથે ભેગા થઈ જાય. એવામાં પાછો ચાર
વખતનો દુકાળ હતો. વરસાદ ને આધારે ખેતી.પાણી જરાય ન હોવાથી ખેતરમાં કામ તો હોય નહીં. આમ છતાં દુકાળ ને લીધે તો
જરાય કામ જ ન હોય. એમાં બે વરહ થી ઠીકા ઠીક નો દુકાળ પડેલો એટલે ખેતરમાં કાંઈ પાકે નહીં. આખા ગામમાં સૌએ એકલી ઘેસ
ને ખાઈને જીવવું પડે. ખાવા ન મળે. કોઈને ખાવા ન મળે. શરીરમાં તાકાત ન મળે. આ કારને સૌ એ ખાટલે પડવું પડે એવા દિવસો
હતાં. બધાં નું જે થાય તેં થાય. પણ, આ પટેલ પરિવારમાં તો જાણે બધાં શંકરના ભૂત. જેવા હતાને તેવા જ રહી ગયા. આ દુકાળમાંય
તેમને કોઈ ને કામ વગર ન ફાવે. રોજ સવાર પડે એટલે આખુ ઘર ખેતરે જાય. કોઈ ઘરે ન હોય. બધાં ખેતર જાય. ખેતરે જઈને કાંઈક
ને કાંઈક કામ તો એ ગોતી જ કાઢે.વરસાદ ન હતો તોય ખેતરમાં ખેડે ણે ખાડા કરે. વસરળ નોતો તોય તોએ એને કંઈક ને કંઈક કામ
કરે જ રાખે. પટેલના ખેતરની બાજુમાં ઍક રબારીનું ખેતર હતુ. આ બધાં રબારી અને તેમનાં ઘરનાં બૈરા કામચોર હતાં. કોઈ એકનેય
કોઈ નાનું કામ કરવું ન ગમે. આ પટેલ પોતાનું કામ કરતા જાય ને છોકરાઓને પણ સતત કામ કરાવતાં રહે. પટેલ રાડું નાખી નાખીને
આદેશ કરતા જાય. પટેલ એનાં ઍક દીકરાને કહે: એલા શેઢે બાવડીયા મોટા થયાં છે. ઝરીક કાપી નાખજે. એલા નાના છોકરાં થોડા
બાટા ને કચરો ઉપાડી લેજે. એલી મોટી જરા ઢોરા વાળી લાવજે.આ સાથે નાની દિકરી સામે જોઇ કહે: નાની, તું જરાક થોડાક
બળતણ ભેગા કરી લેજેને. પટેલ તો એક પછી એક બધા છોકરાંને ને કામ આપે. જોડે છોકરાની બાયડી પણ કામ કરે. પટેલ સૌને ને
કામ આપે. ઘરનાં બધાં પટેલનું રાખે.આખા ઘરમાં પટેલ ને કોઈ સામે સવાલ ન કરે. પણ, પટેલ ખાસ ભોળા. પટેલ ભોળા અને સરળ.
પટેલ ને એમજ હામો જવાબ કોઈ ન આપે.કોઈ સામે ન બોલે. પટેલના ખેતરમાં ઍક કૂવો હતો.આ કૂવામાં બે ભૂત રહેતાં હતાં. આ
કૂવામાં થોડુ પાણી હતુ . પાણી માટે કોઈ બીજા ગામે થી બે ભૂત કૂવામાં રહેવા આવી ગયા હતાં. આ ભૂત રોજ આ બધુ જોતાં ને
સાંભળતાં હતાં.ભૂત ને ખબર હતી કે પટેલના દિકરા એનું બધુ જ માને છે. પટેલનો બોલ થાયને છોકરાં દોડી ને કામ કરે. હવે એમાં
એક દિવસ પટેલે મોટા દીકરાને બુમ મારી. એલા મોટા ઓલું રાંઢવું લાવ જોય હવે ભાઈ. મોટો જરા ખેતરમાં આઘે બેઠેલો અને
કંઇક કામ કરતો હતો. આ કારણે એણે હામે હાદ દીધો કે બાપા અટાણે તમારે રાંઢવું હું કરવું શે ?
રોજ હા જી હા સાંભળનાર પટેલ ને સામા સવાલ જવાબની આદત નહીં. તેનુ મગજ ફાટી ગયું. પટેલ કહે: તુ પૂંછનાર કોણ? મને
રાંઢવું આપ મારે કૂવાના ભૂત બાંધી દેવા છે. આ બધુ ભૂત સાંભળતા હતાં. ભૂત ભાર આવી પટેલ ને કહે: અમને ન બાંધો. અમને
બાંધશો તો અમારી તાકાત જતી રહેશે.
પટેલ હવે જાતે બધું સમજી ગયાં. એ કહે: ના…હુ બાંધીશ જ. આ સાંભળી ભૂત એ પટેલ ને કહે: હુ તમને: ધન, દોલત, મિલકત
અને જાગીર આપીએ.
પટેલ ને થયું આમાં કાઈ વધારે ખેચવા જેવું નથી. આ લાગ જોઇ પટેલે બે એ પેટી ભરીને ડર,દાગીના,પૈસા ને ઝવેરાત લીધી. હવે
તો પટેલ ને બીજા ચાર વખત દુકાળ પડે ને તોયે કાઈ વાંધો આવે એમ ન હતું
પટેલ તો ભપકાવાળુ જીવન જીવતા થઈ ગયા.લાગ્યા હવે પટેલના ઘરના ને સુખી ણે ભાપકાથી જીવતા જોઈને પેલા પડોસી રબારી
ને નવાઈ લાગી. રબારી કહે: 'આટલો બધો દુકાળ ખાવાનું કશું જોવા ન મળેને તમારે કાં આવા ભપકા? હવે ભાઈ પટેલ હતો આમ
સંકરના ભૂત જેવો પણ ભોળો. એ શંકરનો ભગત એટ્લે શંકર જેવો જ. એણે બધુ સાચું કહી દીધું.
આ વાત સંભાળી પેલા રબારી ને થયુ. મારે આ કામ કરવા જેવું છે.રાતે રબારી એ ઘરમાં બધાં ને કીધુ' આપણે કાલ આપણાં ખેતરે
જશું. રબારી, એની બૈરી,બે છોકરાં એમની બાયડીઓ. બધાં ખેતર ગયાં. એટલામાં રબારી એ બુમ પાડી. એલા મોટા ઓલા જરાક
બાવડીયા કાપી નાંખજે. મોટો તો ટાંટિયા લાંબા કાઢીને બાવળ નીચે બેઠો હતો. કોઈને કામ કરવું ગમતું ન હતુ. દીકરાએ કોઈ
દિવસ કામ કરેલું નહીં. દીકરાએ હામે થી રબારી ને બમ મારી : કેમ! મહાણે લઈ જવાછે બાવળના લાકડા?' રબારીએ નાના ને
હાદ દીધો. એલા નાના આપડે જરાક ઢોર પાઇ આવજે. છોકરો કહે: તમારે પાવા હોય તો પાજો. હુ પાવા જવાનો નથી.
આ સંભાળી રબારી એ છોકરી ને બુમ પાડી કહે: બટા ગંગા જરાક બળતણ નો ભારો લઈ લેજે. છોકરી તો રાડ નાખીને કે મને જ
બધા સુચના આપે છે. હું કઈ નથી કરવાની. પટેલે પછી તરત છોકરાને હાદ દીધો. એ મોટા. ઓલું રાંઢવું લાય જોઈ મારે આ કુવા
માય ના ભૂતળા બાંધવા સે. ઓલા ભૂતળા હમજી ગયા કે આ મારા હાળા થી કાઈ થાય એમ નથી. એટલે જેવું એલા એ કીધું ને કે
ભૂતળા બાંધવા સે એ ભેગાજ ભૂતળા બેયે બહાર આવી ને તરતજ કે, તમારા કોઈ નાથી એ પાપડ ભંગાય એમે નથી. તમે હુ અમને
બાંધવાના હતા ? સીધે સીધા ઘર ભેગા થાઓ.આ ઍક મંતર ભરીને હમણાં લુલા લંગાળા કરી નાંખે. બીજુ ભૂત કહે : એક ડાબા
હાથની અડબોટ માં દઉને તો મોઢું એ વાંકુ થઈ જશે.રબારીભાઈ તો એવાં ડરી ગયા કે સટાસટ સીધા જ ઘરે પહોંચી ગયા.
આમ કેવાય કે કરે એનું બધાં કરે,જાતે ન કરે એમનુ એનું પેટ ન કરે.
Leave A Comment