એક હતું ગામ.
અહીં અનેક લોકો રહે.
આ પૈકી એક પટેલ અને પટલાણી અને પટેલની માં રહે.હવે ભાઈ પટેલ તો બિચારો ભગવાનની ગાય જેવો હતો. સીધો, આ
પટલાણી સિંહણ જેવી હતી. બાઈ હાવજ જેવી, ખારા ટૉપરા જેવી અને અકલને નામે મીંડું.
લગનને સાર પાંચ વરસ થયાં પણ બાઈને સંતાન ન હતુ. પટેલને સંતાન માટે કાંઈ નઇ પણ બાઈ કંઈક બાધા ને કંઈક આખડીયું રાખે.
કંઈક દોરા બાંધેને કંઈક તાબિઝ બાંધે તો મંદિરે જાયને, પથરા એટલાં દેવ કરે. આવે સમય જે જેવું કે એ સાચું લાગે. કોઇએ એને
ખેતલિયા પીરની માનતા રાખવાનું કીધું. ખેતલિયા પીર એટલે ખેતરમાં જે શેઢા પાંહે પાણો કે પથરો હોય એ ખેતલિયા પીર. એટલે
આ બાઈ એ ભારેમાં ભારે માનતા માનવી એવું વિચારી લીધુ. અઘરીમાં અઘરી તો કદાચ પુરી થાય મનની ઈચ્છા એટલે એણે તો
નમીને કીધું કે હે ખેતલિયા પીર જો મારે ઘરે દીકરાનો જનમ થશેને તો હું મારી સાસુને ચડાવીશ.હવે ભાઈ કાગનું બેહવું ને ડાળનું
પડવું. એવું જ કાંઈક થયું એટલે બાઈને તો સાચે જ નવ મહિનામાં ધોળો બગલા જેવો ગલગોટા જેવા દીકરાનો જનમ થયો. દિકરો
બે મહિનાનો થયો. મહિનો દોઢ મહિનો થયોને પટલાણી ને યાદ આવી ગયુ કે મારે માનતા કરવાની તો બાકી છે હવે માનેલી માનતા
તો પુરી કરવીજ પડે.
એટલે બાઈએ તો પટેલને કીધું કે એક કામ કરજોની કાલ હવારે મારી માને ગામથી તેડી આવજોની તો પટેલકે કાં તારી માંને અટાણે
અહીંયા આવીને હું કામ સે ? પટલાણી કે કે એમાં એવું સે કે મેં એક માનતા માનીસે એટલે એ માનતા પુરી કરવા ઝાવું સે એટલે મારી
માંની ઝરૂર છે. પટેલ કે કે હેની માનતા માની ? પટલાણી ગભફફ કરી કહે :આમે અક્કલ તો હતી નઇ એટલે ફટાક કરતા બોલી ગઈ કે
મેં એવી માનતા માની કે આપડે ઘરે જો દીકરાનો જનમ થશે ને તો હું તમારી માં ને ચડાવે. ભાઈ પટેલ તો ઘા ખાઈ ગયા હતાં.
હા.પટેલ કહે:' કે ગાંડી કોઈ એવી માનતા માનતું હશે ? તારામાં કાંઈ વિચારવા મગજ છે કે નઇ ? પણ પટલાણી ને પટેલ ઝાઝું કાઈ
પુઘે એમ તો હતો નઇ.
એટલે પટેલ તો આમ મનમાં ઘા ખાઈ ગયો. એટલે એ આજે વહેલો ઉંઘી ગાયો ને વેલો ઉઠીને ગાડું લઈને પટલાણીની સાસુ અને
એનીમાં ને66 લેવા ગયો પણ મારગમાં એને મનમાં ગાંઠ વાળીતી કે તું મારી માં ને સડાવવા જાસને તો જો હવે તું ખેલ જોઈ લે પટેલ
તો હાહરે પુગ્યા ડોહને કે માડી તમારી દીકરી એ માનતા છે. ખેતલિયા પીરની એટલે હાલો તમને તેડવા આયો છું. ડોહીતો ભાઈ હઠ
હઠ તૈયાર થઈને બેહી ગ્યા. પટેલે તે રસ્તામાં કીધું કે માડી માનતા એવી સેને કે વેલા હવારે ઝાવાનું સે, કાંઈ બોલવા સાલવાનું નથી ને
હાડલો લાજ કાઢી રાખવાની સે મોઢું ઉઘાડું રાખવાનું નથી ડોશી કે કે હા હશે ભાઈ એવું કરીશ હાંજ પડે ઠેઠ ગામ પાછા પુગ્યા પટેલ
તો ઘડીક સોરે આંટો મારવા ગ્યો ને ડોહી તો બિછારી આખો દી ઓલ ગાડાના હળદોલા ખાઈ ખાઈ ને એવી થાકીને ઠેં થઈ ગઈ
હતીને કે ખાઈ પી ને હુઈ ગઇ.વેલી વેલી બેઇ ડોહીઓ હુઈ ગઈ તી વાતો કરીને તરતજ ઓલી બાઈ પટેલને કે જેવો પટેલ સોરે થી
ઘેરે આવ્યો એ ભેગી ઇ કે કે આ તમારી ને મારી બેઇ માં ના હડલા હરખાસે અને હવારે વેલા ઝાવાનું સે અંધારામાં અને બોલાવનું
નથી ને મોઢા ઉઘડવાના નથી તે ખબર કેમ પડશે કે મારી માં કઈ ને તમારી માં કઈ ? એક કામ કરો તમારી માં ના પગના અંગૂઠે એક
કાળો દોરો બાંધીદયો એટલે ભાઈ પટેલે તો મનમાં મણ મણની જોખીને દીધી હાં પણ તોએ કાંઈ બોલાય એવું તો હતું નઇ એટલે
પોતાની માં ના પગના અંગૂઠે તે એણે કાળો દોરો બાંધ દીધો બાઈ તો આખા દિન ને થાકેલી હતી તે એતો હુઈ ગઈ જેવી ને એ હુઈ
ગઈ એ ભેગો પટેલ ઉભો થ્યો. એણે પોતાની માં ના પગમાં અંગુઠેથી કાળો દોરો કાઢી પોતાની હાહુના પગના અંગુઠે બાંધી દીધો પસી
એઇ ને હુઈ ગ્યો એઇ તે પટલાણી તો વેલી ઉઠી ને ઉઠીને એણે તો પટેલ ને ઉઠાડ્યા પસી બે ઇ હઠ હઠ નાયા ધોયા ને પસી ઓલી
ડોહી જેના પગે કાળો દોરો બાંધ્યો હતો એ ડોસીનો અંગુઠો મઈડયો એ ડોસી તો હળખ દેતાને બિછાડી બેઠી થઈ ગઈ ને માથે ઓઢીને
હાલતી થઈને ગાડામાં બેહી ગઈ ગાડું તો ગ્યુ ખેતલિયા પીરે ડોસીનુંતો ડોકું મઇડી ને ત્યાં ન ત્યાં ડાટી દીધી ને બેઇ જણ વઇ આઈવા
ઘરે પટેલ તો જરીક ખાટલામાં લાંબો થ્યો બાઈ તો ઘંટી એ દળાવવા બેઠી પણ રાજી થતી જાય ને ગાતી જાય ને હરખ ને મારે ગાતી
જાય કાઈઢયું ખોખુ ને ઘર થયુ સોખુ રે ખેતલિયા પીર બીજી વાર ગાયુ કાઈઢયું ખોખુ ને ઘર થયુ સોખુ રે ખેતલિયા પીર ત્યાં ઓલ
પટેલે ગોદડા માંથી મોઢું કાઢીને રાગ તાણીને કઈરયુ કે પાસુ આઈને જરાક જોજે નાર માં મારી કે તારી બીજી વાર ગાયુ પાસુ આઈને
જરાક જોજેકે નાર માં મારી કે તારી ઓલીને તે ઘંટી ના અવાજમાં એ હાદ હંભળાયો પટેલનો ઈતો ભાઈ હળખ દેતાની ઉભી થઈને
ભાગી જાં ગોદડું ખેંસી ને જોયું તાં પોતાની હાહુ તો એ ને ઘોરતીતી નિરાતે બાઈને તો ફાળ પડી ને મંડી રાડું નાખી નાખી ને રોવા કે
અરે મારી માં મરી ગઈને હવે ઓલો પટેલ ફરી વળ્યો તઈ તને સરમ નોતી આઈ મારી માંની માનતા માનતાં મારી માંને મારવાની ને
તારી માં ને નઇ માણહ કાઈ અક્કલ વાપરે માનતા માતે નારિયળની માને સુંદડીની માને ગોળની માને હાકરની માને કોઇ માણહ
સડાવવાની માનતા માને ? તારી આ અક્કલ ક્યાં સરવા ગઈતી ? જો ભાડ હવે મારી માં ને કોઈ દી કાંઈ કીધુ સે હવે ભાઈ પટલાણી
તો ગમ્મે એટલી રોવે પણ આતો કેવુ સે સોર ની માં કોઠીમાં મોં ઘાલીને રોવે જો ગામમાં કેવા જાય તો તોઇ તે મૂરખ ઠરે એટલે મુંગી
મૂંગી રોવા સિવાય એની પાંહે કોઈ રસ્તો નઇ પણ એ દી થી પટલાણી સીધી ખોટા જેવી થઈ ગઇ.
Leave A Comment