આરુ મારી જાડી,પહેરે એ તો સાડી.

એની સાડી લાલમ લાલ,આરુ કરે કાયમ કમાલ.

સાડી પેરી બને ટીચર,ટીચરની કરે ન એ ફિકર.

ઢીંગલા ઢીંગલી ને એ ભણાવે,એમણે લેસન કરાવે.

સૌને એ શીખવતી જાય,સાહેબ ને કહું એમ ધમકાવી જાય.

આરુ મારી જાડી,પહેરે એ તો સાડી.

બધાં જ વિષય એ ભણાવે,ભલે એને ફાવે કે ન ફાવે.

સૌને એ લેશન આપતી જાય,કાલે આવ જે જ એમ કહેતી જાય.

આરુ ને ગમે સંગીતનો તાસ,સાથે કરે એ એકલી જ ડાન્સ.

ટેલીફોન પર વાત કરે, ફી ભરો એવો દમ ભારે.

આરુ મારી જાડી,પહેરે એ તો સાડી.

એની શાળા છૂટે જયારે ,પપ્પા આવે ઘરમાં ત્યારે.

એ પપ્પાને ભેટી પડે,એની મમ્મી એને લડે.

પપ્પા સાથે એ બહાર જાય,દુકાનના પાટિયા વાંચતી જાય.

આગળ પાછળ ડાફોળા મારે, ઊંધું અવળું એ વાંચવાનું કરે.

આરુ મારી જાડી,પહેરે એ તો સાડી.