મમ્મી-પાપા નો હું પ્યારો “છોટું”,

ઘરમાં મારાથી સૌ કોઈ મોટું..!

દુઃખે માથું કે દુ:ખતું પેટ,

તરતજ, સારવાર ના થાય લેટ..!

બહેનડી પાસે બેસતી મોટી,

લઇ સ્લેટ, ચોપડી કે નકશાપોથી.!

રડી જીદ કરી, હું ‘પેન્સિલ પકડતો,

ના આવડે લખતા મને,

હું, તો માત્ર લીટા કરતો.!

જુઓ ને, ! પપ્પા ભઇલો !.

કહી એ પપ્પાને જગાડતી !

ખાલી ખાલી કહેતી બહેના

પ્રેમથી એ રમાડતી..!

                                                                                                            -બકુલ પરમાર