જાદુ આવડી ગયો…
મમ્મી, મમરા ધોળા નહીં… પીળા ખાવા છે. પીળા બનાવી દે ને !
હા, બેટા. ચાલ… મમરા વઘારી આપું.
બા… બા… તને પીળા મમરા બનાવતાં આવડે છે ?
હં….અ…અ… આવડે છે ને ! તને આવડે છે ?
હા, મને તો બધું જ આવડે છે. જો…. બનાવું ?
આ સાંભળી મમ્મી હસી પડી. ‘લે… ફેરી આ મમરા, તું પીળા બનાવી આપને ?’
ફેરી તો વાટકીમાં લઈ આવી મમરા. પછી ચમચીથી હલાવવા માંડી. પણ… મમરા તો ધોળા ને ધોળા. વાટકી લઈ ગઈ પાછી મમ્મી પાસે.
‘મમ્મી મમ્મી, આ તો હજુ ધોળા છે.’
‘બેટા, એમાં ચમચી તેલ નાખ, ચપટી હળદર નાખ, એક ચપટી મીઠું. પછી હલાવવાના… જો જે હોં પછી ફેરીની તાકાત! મમરા પીળા બને છે કે નહીં…’
મમ્મી, મમ્મી મમરા તો પીળા-પીળા.
બા… બા, બધા મમરા પીળા-પીળા.
જોયું ને…. તારા હાથનો જાદુ.
બા…બા, મને જાદુ આવડી ગયો.
મમ્મી, મમ્મી, મને જાદુ આવડી ગયો.
હા… હા… વળી કેમ નહીં? તું તો મોટી જાદુગર.
લેખક:-ગિરા પિનાકીન ભટ્ટ
Leave A Comment