ઝરમર ઝરમર કરતુ ચોમાસું આવે,

સાથે પાણીને પણ તાણી લાવે.

અષાઢ-શ્રાવણ-ભાદરવો-આસો,

આ ચાર ગુજરાતી માસમાં આવે.

રંગબેરંગી છત્રી અને રેઇનકોટમાં,

નાના-મોટા સૌ નજરમાં આવે.

કારેલાં-કંકોડા-ગિલોડી- કાકડી,

વેલાઓથી થતાં શાકભાજી ભાવે.

કેળાં- જાંબુ-દાડમ-ખજૂર,

મીઠાને મધૂર રસ ચખાવે.

રમકડાં- ચકડોળ અને મેળાઓ,

નાના-મોટા સૌને લલચાવે.

નદી, નાળાં, તળાવ ને સરોવર,

જળ બંબાકાર બનીને છલકાવે.

મોર-પપિહા-કોયલ-દેડકો,

મધુર અને મીઠા સૂર રેલાવે.

લીલાં-લીલાં કુણા-કુણા ઘાસથી,

મારી રૂપેળી ધરતીને શોભાવે.

ઝરમર ઝરમર કરતું ચોમાસું આવે,

સાથે પાણીને પણ તાણી લાવે.

                                                                                                                       – બકુલ પરમાર